ન્યાયતંત્ર પર દબાણ લાવવા ભ્રષ્ટ કોર્પોરેટ કંપનીઓ જજો પર જાતીય સતામણીના ખોટા કેસો કરાવતી હોવાની સુપ્રીમની આકરી ટકોર
આમ્રપાલી કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમની બેંચે આકરી ટીકા સાથે કહ્યું કે, ભારતમાં જ આવા ભ્રષ્ટાચારો અને કૌભાંડો સંભવ છે તેમ છતાં કૌભાંડકારીઓને કડક સજા કે ફાંસીના માચડે લટકાવી શકાતા નથી
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ન્યાયતંત્રના નિયમો વિરૂધ્ધ થતી કાર્યવાહી અને કોર્ટ બહાર થતી ગોઠવણ અત્યાર સુધી માત્ર સંભાવનાઓનાં વિષયમાંજ ચાલતી આવી છે. પરંતુ હવે ન્યાયતંત્રમાં વચેટીયાઓની સમસ્યા જગજાહેર બની છે. દેશના કોર્પોરેટ જગતના માઠધાતાઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈને સુપ્રીમ કોર્ટે ભારે ખફા થઈ છે. બિલ્ડર આમ્રપાલી કેસમાં સુપ્રીમ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો છે કે ભારતમાં જ આવા ભ્રષ્ટાચાર અને કૌભાંડો સંભવ છે. પરંતુ તેમ છતા કૌભાંડ કારીઓનેપણે ફાંસી નથી આપી શકતા.
આમ્રપાલી કેસમાં સુનાવણી દરમિયાન ઉગ્ર બનેલી સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરમાં બિલ્ડરો ઓફીસરો અને બેંકોની મિલીભગતથી નિયમો તોડીને ઉંચી ઉંચી ઈમારતો બનાવી લીધી છે. મોટા પાયે આવા ભ્રષ્ટાચાર ભારતમાં શકય છે. તેમ છતાં આપણે તેને કડક સજા અને ફાંસીના માંચડે લટકાવી શકતા નથી. સુપ્રીમ કોર્ટમાં વિવાદાસ્પદ બિલ્ડર આમ્રપાલી ને માલ પહોચાડનાર આસામીઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિયુકત કરેલા ફોરેન્સિક ઓડિટર પવન અગ્રવાલને બદલાવ્યા બાદ બીજાઓને રજૂ કરવાની તૈયારીઓ દર્શાવી છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા એ આઘાત વ્યકત કરીને જણાવ્યું છે કે હુકમને કેવી રીતે બદલાવી નાખો છો.
કોર્પોરેટ કંપનીઓ કોર્ટના સ્ટાફ સાથે મિલીભગત રચીને કેવા કામો કરે છે? ન્યાયમૂર્તિ મિશ્રા ખંડપીઠે અગાઉ જ વચેટીયા અને વહીવટીયાઓ ન્યાય પ્રક્રિયાને નુકશાન કરી રહ્યા હોવાનું નોંધીને બુધવારે કોર્ટના હુકમના અમલમાં કરેલા ફેરફારના મુદે રોષ વ્યકત કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતુ કે આવું અગાઉ પણ બન્યું હતુ જયારે હુકમને બીજી ખંડપીઠ ફેરવી નાખે છે. ન્યાયમૂર્તિ આર.એફ.ની ટીમોને ઉદ્યોગપતિ અનિલ અંબાણક્ષીના અનાદર હુકમ બદલી નાખ્યો હતો. બંને કોર્ટના કર્મચારીઓની સંડોવણી મળી હતી અને કેસ દાખલ થયો હતો.આ કોર્ટના આદેશ બીજી કોર્ટમાં ફેરવી નાખવાની આ પ્રથ ખૂબજ કમનસીબ છે.
અહી શું થઈ રહ્યું છે? તેઓ અદાલતની તવારીખ બગાડી નાખવા મેદાને પડયા હોય તેવું લાગે છે જે બની રહ્યું છે તે ખૂબજ ગંભીર છે કેટલાક લોકોનું ટોળુ બે ત્રણ વ્યકિતઓને હટાવવા માટે સફળ થાય તે સારી વાત નથી આ ન્યાયતંત્રને ખતમ કરી નાખવા જેવી બાબત છે. જેને કયારેય સ્વીકારવી ન જોઈએ આપણે તો આવતા જતા રહીશું પરંતુ સંસ્થા કાયમ રહેવાની છે.
બીજી મેએ ન્યાયમૂર્તિ મિશ્રા અધ્યક્ષતામાં મળેલી ખંડપીઠે આપેન કોર્ટમાં જીતેન્દ્ર સ્ટીલ લીમીટેડ મોવરિયા ઉદ્યોગ લીમીટેડ બિહારજી પ્રોપર્ટીઝ, બિહારી ડેવલોપ લીમીટેડ, બિહારી જી. હાઈરાઈઝ લીમીટેડ અને આમ્રપાલી ગ્રુપના ની હેરાફેરીના મામલામાં અગ્રવાલ કનેકશન મુદે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. પરંતુ આ હુકમનો અમલ થયો ન હતો. આ કંપની સામે વાંધો ઉઠાવનાર ને હાજર થવાનું ફરમાન પણ કરવામાં આવ્યું હતુ.
બીજા બનાવમાં કોર્ટે નોંધ્યું હતુ કે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોશ, એ ત્રણ દિવસ અગાઉ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને રાહુલ મુદે થટેલી અરજીઓ એક સાથે સુનાવણીમાં ન જોડવા જણાવ્યું હતુ આ પીટીશન જયારે કોર્ટમાં રજૂ થઈ ત્યારે બંને કેસને એક સાથે બોલાવી દેવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિએ આ મુદે ખેદ વ્યકત કર્યો હતો. કે આવું બને છે કેમ આ મામલે પણ સુપ્રીમ કોર્ટે ખૂબજ ગંભીર નોંધ લીધી હતી.
સુપ્રીમ કોર્ટે ગયા મહિને મુખ્ય ન્યાયમૂર્તિ સામે જાતીય સતામણીનો આક્ષેપ કરનાર મહિલા કર્મચારી સામે તપાસ કરવાનું નકકી કર્યું હતુ કે આ મામલે પણ વચેટીયાઓની ઓળખીએ ન્યાયમૂર્તિ ને ખોટા કેસના સકંજામાં લઈ દબાણવશ રાજીનામું આપવા મજબૂર કરવાની પેરવીનો ભાંડોફૂટયો હતાે. કોર્ટે પૂર્વ ન્યાયમૂર્તિ એ.કે. પટનાયકના મામલે પણ આક‚ વલણ અપનાવ્યું હતુ. ન્યાય તંત્રમાં ચાલી વચેટીઓની ભૂમિકા સામે કોર્ટે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતુ.