પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ ઉપરાંત કેટીપેટી, એમિલી રેતાઝોકે સ્વેકી, જેનીફર લોપેઝ, સેરેના વિલિયમ્સ જેવી સુંદરીઓએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું: સેલીબ્રીટીક અંતરંગી સ્ટાઈલમાં જોવા મળી
મેટ ગાલાનો જલ્સો દર વર્ષે મે મહિનાનાં પહેલા સોમવારે મનાવવામાં આવે છે. આ ભપકાદાર દિવસ મેટ્રો પોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ (ધ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટયુટ ઓફ ગાલા) ખાતે ઉજવાયો હતો. આ સેરેમનીમાં કલા જગત સાથે સંકળાયેલા અનેક હોલીવુડ, બોલીવુડનાં સિતારાઓએ હાજરી આપી હતી. દર વર્ષે જુદી જુદી થીમ પર કલાકારો ચિત્ર-વિચિત્ર ડિઝાઈનર કોસ્ચ્યુમ્સમાં એકઠા થાયને સાથે ડિનર લે ! જોકે, આર્ટની પોતપોતાની પરિભાષાઓ છે. તેને એકાદ-બે દ્રષ્ટિકોણથી મુલવવાનું શકય નથી.
આમ છતાં મિડીયામાં મેટ ગાલામાં આમંત્રિતોનાં કોસ્ચ્યુમ્સ પર ભારે મજાક ઉડે છે. મીમ્સ બને છે, જોકસ વાઈરલ થાય છે. મેટ ગાલા ૨૦૧૯ની થીમ હતી, કેમ્પ: નોટસ ઓન ફેશન. વર્ષ ૧૯૬૪માં સુએન સોન્ટેગનાં લોકપ્રિય નિબંધ કેમ્પ આધારીત ૨૦૧૯ની થીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તરખાટ મચાવી દીધો છે.
૨૦૧૯માં મેટ ગાલાની ૭૨મી એનિવર્સરી વખતે એન્ના વિન્તુર દ્વારા લેડી ગાગા, એલેસ્સાન્ડ્રો મિશેલ, હેરી સ્ટાઈલ્સ અને સેરેના વિલિયમ્સની પસંદગી કરવામાં આવી હતી. સેરેમનીમાં આમંત્રિતોની યાદીમાં ૪૮ ટકા કલાકારો ફિલ્મ-ઈન્ડસ્ટ્રીઝમાંથી આવતા હતા. ખાસ કરીને એકટર્સ ! જયારે ફેશન ઈન્ડસ્ટ્રીમાંથી આવનારા આમંત્રિતોની ટકાવારી હતી, બત્રીસ ! મેટ ગાલા શ‚ થયા બાદના: એક કલાકને કોકટેલ અવર નામ અપાયું છે. જેમાં તમામ સિલેબ્રિટી રેડ કાર્પેટ પર વોક કર્યા પછી નવા એકિઝબિશનનો આનંદ માણે છે. ત્યારબાદ ડિનર અને છેલ્લે એક ધમાકેદાર પર્ફોમન્સ !