રાજકોટનાં પ્રભારી અને હાલનાં ગુજરાત રાજયનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૬૯ વર્ષ પૂરા કરી આજે તેઓ ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અબતક પરિવાર તેઓને શુભેચ્છા પાઠવે છે. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી તેઓ શિક્ષક રહ્યાં બાદમાં શિક્ષકપદેથી રાજીનામું આપીને એલએલબીનો અભ્યાસ શ‚ કર્યો અને સાથોસાથ રાજકારણમાં પણ જોડાયા. સૌપ્રથમવાર તેઓ ચીમનભાઈ પટેલની બીજેપી સરકારમાં ૧૯૯૦ની સાલમાં કેબીનેટ મંત્રી રહી ચુકયા છે. આ ઉપરાંત તેઓ કેશુભાઈ પટેલ અને સુરેશભાઈ મહેતાની બીજેપી સરકારમાં ૧૯૯૫ થી ૧૯૯૮ દરમિયાન કેબિનેટ મીનીસ્ટર રહી ચુકયા છે.
આ ઉપરાંત તેઓ ૧૯૯૦ થી ૧૯૯૫, ૧૯૯૫ થી ૧૯૯૮, ૨૦૦૨ થી ૨૦૦૭, ૨૦૧૨ થી ૨૦૧૭ અને હાલમાં પણ તેઓ ધોળકાનાં ધારાસભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. ‚પાણી સરકારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફિ નિર્ધારણ કાયદો લાગુ કર્યો ત્યારબાદ ગુજરાતને અનેક યુનિવર્સિટીઓ પણ અપાવી છે. તેઓ જયારે શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને શાંતી અને ધીરજથી સમજાવતા હતા અને વિદ્યાર્થીઓ સામાજીક અને આર્થિક ચિંતાનો ખ્યાલ રાખતા હતા. ગુજરાત હાલ શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવે છે જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જશ જાય છે. આજે તેમનાં જન્મદિવસ નિમિતે અબતક પરીવાર તેઓને હાર્દિક શુભકામના પાઠવી રહ્યું છે.