વડતાલ હરિકૃ્ષ્ણ મહારાજ અને ગઢડા ગોપીનાથજી મહારાજની કૃપાથી વડતાલ પીઠાધિપતિ પ.પુ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તેેેમજ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશ દાસજી સ્વામી, વડતાલ મંદિર ચેરમેન તેમજ અન્ય સંતોના પરિશ્રમથી ગઢડા મંદિરની ચુટણીમાં દેવપક્ષનો ઝળહળતો વિજ્ય થયો છે.
સુપ્રીમકોર્ટના આદેશ મુજબ, હાઇકોર્ટના નિવૃત જજ એસ.એમ.સોની, નિવૃત રાજ્ય ચુટણી કમિશ્નર અને પૂર્વ કાયદા સચિવ પ્રભાકરભાઇ ધોળકિયાના માર્ગદર્શન નીચે તેેમજ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર, જીલ્લા પોલિસ વડા હર્ષદભાઇ મહેતાના ચુસ્ત પોલિસ બંદોબસ્ત નીચે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં દેવ પક્ષનો ઝળહળતો વિજય થયો છે. વિજય બાદ ગુજરાત સુપ્રિ.ઓફ પોલિસ તથા જીતેલા સભ્યો તથા ગઢડા મંદિરના સદગુરુ સંતોની ઉપસ્થિતિમાં ગઢડા મંદિરની સ્થાવર તેમજ જંગમ મિલ્કતનો તમામ ચાર્જ નૂતન ચેરમેન હરિજીવનદાસજી સ્વામીને પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ સોંપેલ છે.
આ પ્રસંગે નવા નિમાયેલા મુખ્ય કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ભાવનગર), સહાયક કોઠારી હરિપ્રસાદદાસજી સ્વામી (બોટાદવાળા), શાસ્ત્રી નિર્લેપદાસજી સ્વામી, વિશ્વમંગળદાસજી સ્વામી, દેવકિશોરદાસજી સ્વામી (નાહિયેરવાળા), માધવપ્રસાદ દાસજી સ્વામી (નારાયણપુરા), હરિનંદનદાસજી સ્વામી (મહુવા), આનંદપ્રસાદ દાસજી સ્વામી, વિશ્વમંગળદાસજી સ્વામી (ટાટમ), તથા સ્વામી શા. ગોવિંદપ્રસાદ દાસજીએ ઘણા વરસ સુધી ગોપીનાથ મહારાજના મંદિરનો વહિવટ અને સેવા કરનાર પૂર્વ ચેરમેન એસપી સ્વામીનો આભાર માન્યો હતો.તેમ ટાટમ ગુરુકુલના શા.વિશ્વમંગળદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.