લગ્ન કરતાં પહેલા નવ યુગલે પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવવો જરૂરી: સીંધી, લોહાણા, ખોજા, ભાનુશાળી સમાજમાં થેલેસેમીયાનું પ્રમાણ વધુ: થેલેસેમીયા ગ્રસ્ત દર્દીને પોતાનો ખોરાક કરી શકાય તેવું રકત મેળવવું મુશ્કેલ: રકત દાતાઓ આગળ આવે તો આવા થેલેસેમીયા ગ્રસ્ત લોકોને પુરતા પ્રમાણમાં લોહી મળી શકે: સંસ્થાઓ, સરકારે સરકાર આપવો સમયની માંગ
રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહીતના શહેરની સરકારી હોસ્પીટલના થેલેસેમીયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઇને ર૦ વર્ષ સુધીનાં યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતું દેખાય, આ દ્રશ્ય હ્રદયને હચમચાવી દે તેવું હોય છે. કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે કયો ગુનો કર્યો હશે કે આવી સજા વેઠવી પડે? આ બાળકો લોહીના વારસાગત રોગ થેલેસેમીયાનો ભોગ બનેલા છે અને ભારત સહિત દુનિયાના દરેક દેશોમાં થેલેસેમીયા રોગે સમગ્ર માનવ સમાજ માટે ગંભીર પડકાર કરેલ છે.
થેલેસેમીયાએ લોહીના વારસાગત રોગ છે. થેલેસેમીયાના મુખ્ય પ્રકાર છે. (૧) થેલેસેમીયાના માઇનોર (ર) થેલેસેમીયા મેજર, ભારતમાં દર પ૦ વ્યકિતએ એક થેલેસેમીયા માઇનોર છે. પતિ અને પત્ની બન્નેને થેલેસેમીયા માઇનોર હોય ત્યારે જ તેમના બાળકો થેલેસેમીયા મેજર જન્મે છે. અન્યથા અહીં સ્ત્રી અનુ પુરુષ બેમાંથી એક થેલેસેમીયા માઇનો હોય અને બીજું નોર્મલ હોય ત્યારે તેમના બાળકો થેલેસેમીયા મેજબ જન્મવાની કોઇ જ શકયતા નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને થેલેસેમીયા માઇનોર છે. પણ શ્રીમતિ જયા બચ્ચન નોર્મલ હોય તેમના બાળકો અભિષેક કે શ્વેતા બેમાંથી કોઇ થેલેસેમીયા મેજર જન્મેલ નથી. થેલેસેમીયા માઇનોર સંપૂર્ણ તંદુરસ્ત વ્યકત હોય છે અને સંપૂર્ણ પણે નિરોગી જીવન જીવી શકે છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં થેલેસેમીયાના અંદાજે ર હજાર જેટલા બાળકો છે. થેલેસેમીયા રોગની સારવાર અતિ ખર્ચાળ છે. સમગ્ર પરિવાર આર્થિક, માનસીક અને સામાજીક રીતે ભાંગી જાય છે. માતા-પિતાની હાલત દયનીય હોય છે. પોતાને જાણ હોય છે કે પોતાનું બાળક લાંબુ જીવવાનો નથી છતાં મન મજબુત રાખીને પોતાના લાડલા કે લાડલીની સેવા સારવાર કરે છે. કુદરતે જેમને અન્યાય કર્યો છે.
તેવા પોતાના ગામ કે શહેરમાં રહેતા ગરીબ અને જરુરતમંદ બાળકોને દત્તક લેવા માટે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સમાજના સુખી નાગરીકો તેમજ સેવાકીય સંસ્થાઓએ આગળ આવવું જોઇએ.સમાજમાં હજી આ ગંભીર અને ભયાનક રોગ અંગે જે ગંભીરતા હોવી જોઇએ તે જોવા મળતી નથી ત્યારે સૌ કોઇને આગળ આવવું પડશે નહીંતર આવનારી ભાવિ પેઢી આપણને માફ નહી કરે.
રાજકોટના પનોતા પુત્ર અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયતભાઇ રૂપાણીએ સતાના સૂત્રો સંભાળતાની સાથે જ અંગત રસ લઇને થેલેસેમીયા પીડીત બાળકો માટે અતિ ખર્ચાળ મોંધી દવાઓ અને ઇંજેકશન ફ્રી, આપવાનો તેમજ રાજયની તમામ બ્લડ બેંકમાંથી કોઇપણ જાતના રીપ્લેસમેન્ટ વગર થેલેસેમીયા બાળકોને વિનામૂલ્યે લોહી આપવનો માનવતાવાદી નિર્ણય લીધેલ પરંતુ તેનો અમલ કરનારા આરોગ્ય વિભાગ અને સીવીલ હોસ્પિટલના સતાવાળાઓની નિભંરતા, લાપરવાહી અને બેદરકારીને લીધે કયારેય નિયમીત રીતે દવા કે ઇંજેકશન કોઇ જગ્યાએ મળતા નથી તે જ રીતે હજી પણ ઘણી બધી રાજયની બ્લડ બેંકો થેલેસેમીયા બાળકોને લોહી આપવામાં હેરાન-પરેશાન કરે છે તેથી આ બાબતે લાગતા વળગતા સતાવાળઓ અંગત રસ લઇ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરુરી છે.
થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમીતીની તમામ પ્રવૃતિઓમાં હરહંમેશ જેમનો સાથ સહકાર પ્રેમ મળે છે તેવા પ્રેસ અને મીડીયા, શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મુકેશભાઇ દોશી, ડો. રમેશભાઇ ભાયાણી ડો. મનોરમાબેન મહેતા, ડો. ડી.વી.મહેતા, ડો. દિપકભાઇપટેલ, ચંદ્રકાંતભાઇ કોટીચા, ડો. દેત્રોજા, સેવાકીય સામાજીક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો, નિયમીત અને સ્વેચ્છીક રકતદાતાઓ, સાધુ-સંતો તેમજ માનવતા જેના લોહીમાં વહે છે તેવા દાતાઓનો દિલથી આભાર માનીએ રહ્યા છીએ.
સંસ્થાના સેવાને સમર્પિત કાર્યકર્તાઓ અનુપમ દોશી, મિતલ ખેતાણી, ઉપેનભાઇ મોદી, ડો. રવી ધાનાણી, હસુભાઇ રાચ્છ, જીતુલભાઇ કોટેચા, રમેશભાઇ ઠકકર, સુરેશભાઇ બાટવીયા, નલીન તન્ના, ભાસ્કરભાઇ પારેખ, સુનીલ વોરા, ભનુભાઇ રાજગુરુ, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, મહેશભાઇ જીવરાજાની, ગુણેન્દ્રભાઇ ભાડેશીયા, પ્રદીપભાઇ જાની, હિતેષ ખુશલાણી, ધર્મેશ રાયચુરા, રમેશ શીશાંગીયા, પરિમલભાઇ જોષી, હીરેનભાઇ લાલ, જીતુભાઇ ગાંધી, અશ્ર્વીન ચૌહાણ, નરેન્દ્ર સરધારા, ડો. હાર્દિક દોશી, પંકજ રુપારેલીયા, દીલીપ સુચક, નયન ગાંધી, વિઠ્ઠલભાઇ સોજીત્રા, સહીતના સેવાભાવીઓ તન, મન, ધનથી કાર્યરત છે.
કુદરતે પણ જેમની અન્યાય કરેલ છે અને રકત જેમનો ખોરાક છે. તેવા થેલેસેમીયાગ્રસ્ત બાળકોની વહારે ચઢવા અને ભવિષ્યમાં નવા થેલેસેમીયા પીડીત બાળકોને ન જન્મે તે માટે થઇને આજે જયારે ૮ મી મે વિશ્ર્વ થેલેસેમીયા દિવસ છે. ત્યારે જયાં થોડું ઘણું કામ થાય છે ત્યાં વેગ આપીએ તેમજ જયાંકાંઇ કામ નથી થતું ત્યાં શરુઆત કરવાનો સંકલ્પ કરીએ તે સમયની માંગ છે.વિશેષ માહીતી અનુપમ દોશી મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬, મીતેલ ખેણાણી મો. નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.થેેલેસેમીયા દિન નીમીતે અતબકની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનો કાર્યકરો વિધી કોટક, પુનમ લીંબાસીયા, ધ્રુવ રાવલ, હિરેન મંગલાણી, રવિ ધાનાણી, રોહિત લાવડીયા વિગેરે કાર્યકરોએ હાજર રહ્યા હતા.