રાજકોટમાં વેપારીઓને વિશ્ર્વાસમાં લઈને કરોડોનો ચુનો ચોપડયો, કેશોદમાં પણ ૨૨ વેપારીઓ સાથે ઠગાઈ કરતા બંન્ને વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ: પિતા-પુત્ર આફ્રિકા ભાગી ગયાની ચર્ચા
કેશોદનાં બાપ દીકરાની આણી મંડળીએ રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ સાથે ઠગાઈ કર્યાના બનાવ બાદ બીજો એક પણ ઘટસ્ફોટ થયો છે જેમાં કેશોદ પંથકમાં ધંધાના નામે ઉછીના પાછીના કરી તેમજ ખેડુતો પાસેથી ખેત પેદાશ ખરિદી કરી ૯૭૨૨૬૦૦ જેવી રકમ લઇ રફુચક્કર થઇ ગયા હતા જે બાબતે ખિરસરા ગામના ગોપાલભાઇ પાંચાભાઇ ધડુક પટેલ ઉ વ ૫૧ એ કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મુળ પંચાળાના અને કેશોદ સ્થાયી થયેલા ગીરીશભાઇ કલ્યાજીભાઇ ગોટેચા તથા તેનો દીકરો હિરેન ગીરીશભાઇ ગોટેચા શ્રીજી ટ્રેડીંગ કાું અને ઘનશ્યામ કોર્પોરેશનના નામે ખેડુતો પાસેથી અનાજ ઘઉ જીરૂ ધાણા જેવી જણસ લઇ હિસાબ કરી કાચી ચીઠી બનાવી ખરિદીની લે વેચ કરતા હતા અને પંદર દિવસે મહિને પેમેન્ટ કરી હિસાબ થતો પરંતુ છેલ્લ એક વર્ષની મારો તમામ ખેતપેદાશનો હિસાબ ભેગો થઇ જતાં જેની વારંવાર માગણી પછી એસબીઆઇનો ચેક નં ૩૪૫૦૭૮૧૦૦૬૫ રૂ ૫૫૦૦૦૦ ચેક આપ્યો હતો. ગત રવિવારે ખબર પડી કે બંન્ને બાપ દિકરો દુકાન બંધ કરી ફુલેકુ ફેરવી જતા રહ્યા હતા જેની કેશોદ તપાસ કરતાં કયાંય મળેલ નહી તે સમયે ખીરસરા, સુત્રેજ તેમજ ખમિદાણા ગામના મોટીખેડુતોએ ભેગા મળી કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી પ્રાપ્ત વિગત મુજબ આ પાર્ટીએ ઘણા ખેડુતો પાસેથી માલની ખરીદી કરીને ખેડુતોને નાણા આપ્યા નથી તેની એક બ્રાન્ચ રાજકોટ યાર્ડમાં પણ હોવાથી રાજકોટ યાર્ડના પણ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પાર્ટી છેલ્લા બે વર્ષથી રાજકોટ યાર્ડમાં વેપાર કરતી હોય અને ઘણા વેપારીઓને વિશ્ર્વાસમાં લઇ લીધા અને બાદમાં તેની સાથે છેતરપીંડી કરી છે. આવી પાર્ટી દ્વારા આચરવામાં આવતી છેતરપીંડીથી માર્કેટ યાર્ડના વેપારીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે. માર્કેટ યાર્ડના વેપારીઓનું એકાદ કરોડનું ફુલેકુ ફેરવીને ગયેલો હાર્દિક ગોટેચા નો મોબાઇલ એક અઠવાડીયાથી બંધ આવે છે અને ફોરેન જતો રહ્યાની અફવાઓ એ જોર પકડયું છે.
જે માલ રાજકોટ યાર્ડ માંથી ખરીદી કરેલ તેને રોકડી કરીને કમિશન એજન્ટોને ઠેગો બતાવીને પલાયન થઇ ગયેલ છે. જો આવી રીતે વેપારીઓ ફુલેકા ફેરવીને જતા રહે તો માર્કેટ યાર્ડના વેપાર ખોખલા થઇ જશે.સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો. ના પ્રમુખ અતુલ કમાણીના જણાવ્યા મુજબ આ છેતરપીંડીમાં મુખ્ય ત્રણ પેઢી રાજેશકુમાર કરશનદાસ, મયુર ટ્રેડર્સ અને ઓમ એગ્રી નામની પેઢી વધુ રકમનો ભોગ બની છે. બીજા વેપારીઓના પણ રૂ ૧ લાખ થી લઇ રૂ ૨૦ લાખ ડૂબ્યા છે. છેતરપીડી કરનાર પેઢીએ મુખ્ય ઘાણા, તુવેર અને ગુવારની સૌથી વધુ ખરીદી કરી હતી.
સગાની મદદથી દુકાન ખરીદી કાવતરું રચ્યું હોવાનું મનાઇ છે: અતુલ કમાણી
અતુલ કામાણી જે પોતે બેડી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠ કે દિવસ પહેલા એક પેઢી યાર્ડના ૧પ જેટલા વેપારીઓનું ફૂલેકુ ફેરવી નાસી ગઇ છે. તે વેપારી ગીરીશકુમાર કલ્યાણજી નામની પેઢી ધરાવે છે. તેમણે વેપારીઓનું આશરે એક કરોડ જેટલી કિંમતનું ફુલેકુ ફેરવયું છે. ગયા શુક્રવાર સુધી તેમનો વેપાર ચાલુ હતો. અચાનક શનિવારથી ધંધો બંધ કરી નાસી ગયો છે. તેમનાં ફોન પણ બંધ આવે છે અને આ વેપારી વિદેશ નાસી ગયો હોય તેવું અનુમાન લગાડવામાં આવે છે. આ યાર્ડમાં ૧ સગાની મદદથી દુકાન લીધી હતી અને પછી જ આ કાવતરુ ઘડયું હોવાનું મનાઇ છે.
વેપારમાં નુકશાની જતા પેઢી બંધ કરી નાશી ગયાનું જણાય છે : હિતેશ બુસા (વેપારી)
હિતેશભાઇ બુસા કે જેઓ બેડી માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરે છે. તેઓએ અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે અહીં યાર્ડમાં ગીરીશકુમાર કલ્યાણજી નામની પેઢી ધરાવતા હાર્દિકભાઇ જે છેલ્લા ૩ થી ૪ વર્ષ થી યાર્ડમાં કાર્યરત હતા તેઓ કોઇપણ સંજોગો ઉભા થતા છેલ્લા ૧૦ દિવસથી યાર્ડમાં ધંધો બંધ કરી જતા રહ્યા છે. જાણવા મળ્યું હતું કે વેપારમાં નુકશાન થતા તેઓએ આ ધંધો બંધ કરી જતા રહ્યા છે ને આશરે એક કરોડનું વેપારીનું ફુલેકી ફેરવી જતા રહ્યા છે.
૧૯.૫ લાખની તુવેર ખરીદયા બાદ પૈસા નહિ આપતા મોટી નુકશાની: દામજીભાઇ રાયચુરા
દામજીભાઇ રાયચુરાના પુત્ર પંકજભાઇ પોતે યાર્ડમાં વેપારી છે તેમણે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મયુર ટ્રેડર્સ નામની પેઢી યાર્ડમાં ધરાવે છે. ગીરીશકુમાર કલ્યાણજીના હાર્દિકભાઇએ પંકજભાઇ પાસેથી ગત તા. ૨૪-૪ ના રોજ બે ગાડી તુવેર ખરીદી કરી હતી જેની કિંમત ૧૯.૫ લાખ થાય છે. તેના પૈસાની ચુકવણી કર્યા વગર આ પાર્ટી ઉઠી ગઇ છે તેથી તેમને રૂ ૧૯.૫ લાખની નુકશાની આપી છે.