માહિતીખાતાનાં કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીએ તેના વિકાસનો યશસ્વી પૂર્ણ પચ્ચીસ વર્ષમાં સોસાયટીએ સભાસદોના કલ્યાણ માટે અનેક પગલા લઈ નજીવા વ્યાજના દરે સભાસદોને ‚રૂ. ચાર લાખ સુધીનું ધિરાણ પૂરૂ પાડયુંં છે.
સોસાયટીની ૨૫મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સોસાયટીના પ્રમુખ મુકેશ જી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી રહી છે. જેમાં રાજયભરનાં સોસાયટીના સભાસદોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં વર્ષ દરમિયાન અવસાન પામેલા ત્રણ સભાસદોનાં માનમાં મૌન પાળ્યા બાદ સોસાયટીના પ્રમુખ એમ.જી. પટેલ તથા માનદ મંત્રી જે.એલ. ચૌધરી જણાવ્યું હતુ કે સોસાયટી ચાલુ વર્ષે ૩,૪૦,૦૧૪ લાખનો નફો કરી શેર ઉપર ૮ ટકા ડિવિડન્ડ તથા ફરજીયાત બચત ઉપર ૮ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી.
સોસાયટીની સ્થાપનાથી ૧૮ ટકા વ્યાજદા દરે ‚રૂ.૫૦૦૦ના ધિરાણથી શ‚આત કરી આજે ખૂબજ નીચા વ્યાજદરથી સભાસદોને ‚રૂ.૪ લાખનું ઉદાર શરતોએ ધીરાણ પૂ‚ પાડવામા આવે છે. એમ.જી. પટેલ ભંડોળની વિગતો આપતા જણાવ્યું હતુ કે અત્યારે સોસાયટીનું રીઝર્વ ફંડ ‚રૂ;.૨૭,૮૪,૨૯૭ લાખ સુધી પહોચ્યું છે. જયારે શેર ભંડોળ ‚રૂ. ૨૮,૬૦,૮૦૦ લાખ અને ફરજીયાત બચત ‚રૂ.૧,૬૧,૩૪૭૦૦ સાથે સધ્ધરતા પ્રાપ્ત કરેલ છે. હાલના સંજોગોમાં ધિરાણ પ્રવૃત્તિ માટે બાંધી મુદતની થાપણો તેમજ બેંકની કેસ ક્રેડીટ લીધા સિવાય માત્ર આંતરીક સાધનો ઉભા કરી સભાસદોને ધીરાણ પૂ‚ પાડવામાં આવે છે.
સભાસદોને હાલમા ‚રૂ.૪,૦૦,૦૦૦ની મર્યાદામા ધિરાણ આપવામાં આવે છે. ચાલુ વર્ષે ૪૯ સભોને ‚રૂ.૧,૩૯,૨૯,૦૦૦ ધિરાણ પૂ‚ પાડવામાં આવ્યું હતુ ગત વર્ષના અંતે ‚રૂ.૨,૭૧,૨૬,૯૦૦નું ધિરાણ બાકી હતુ આ વર્ષે ‚રૂ.૧,૬૧,૧૨,૭૦૦ સાથે સધ્ધરતા પ્રાપ્ત કરેલ છે. હાલના સંજોગોમાં ધિરાણ પ્રવૃત્તિ માટે બાંધી મુદતની થાપણો તેમજ બેંકની કેશ ક્રેડીટ લીધા સિવાય માત્ર આંતરીક સાધનો ઉભા કરી સભાસદોને ધીરાણ પૂ‚ પાડવામાં આવે છે.સભાસદોને હાલમાં ‚રૂ.૪,૦૦,૦૦૦ની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. ચાલુ વર્ષે ૪૯ સભ્યોને ‚રૂ.૧,૩૯,૨૯,૦૦૦ ધિરાણ પૂ‚ પાડવામાં આવ્યું હતુ ગત વર્ષના અંતે ‚રૂ.૨,૭૧,૨૬,૯૦૦નું ધિરાણ બાકી હતુ આ વર્ષે ‚રૂ ૧,૬૧,૧૨,૭૦૦ની વસુલાત આવતા વર્ષના અંતે ૨,૪૯,૪૩,૨૦૦નું ધિરાણ બાકી ખેંચાયેલ છે.
સોસાયટીના માનદ મંત્રી જે.એલ. ચૌધરીએ ઉચ્ચ વહીવટી બાબતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે હાલ સોસાયટીનાં ૪૦૫ સભ્યો રાજયની માહિતી ખાતાની તમામ કચેરીઓમાં ફેલાયેલા છે.જેની દર માસે નિયમિત વસુલાત આવે છે. અને કોઈ વસુલાત માટે કાયદાકીય કાર્યવાહી કરવી પડી નથી તે વસુલાત માટે સભાસદોની જાગૃતિની પ્રતીતિ કરાવે છે.
સોસાયટીના હોદેદારો મુકેશ જી. પટેલ પ્રમુખ જી.એસ.ઠાકોર-ઉપપ્રમુખ, જે.એલ,. ચૌધરી માનદ મંત્રી શ્રીમતી એફ.એ.રાઠોડ ટ્રેઝરર, જે.એન.સત્યદેવ આંતરીક ઓડિટર, કારોબારી સભ્યો પી.એચ.ચૌધરી, ડી.પી. પટેલ, ડી.એલ. સોલંકી, પી.વી. મોઢ, પી.જી. ચંડીસરા, ડી.આર. ગજજર, જે.ડી. વાઘેલા, કે.કે.બેંકર, ડી.પી. પંડયા, જે.એન. વાળંદ, સોસાયટીના મેનેજર અમૃતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.