આજે અક્ષર તૃતીયાના પાવન દિન છે. દ્વારકામાં ઠાકોરજીને પરંપરાગત પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન સાથેના પરિધાનથી નવાજવામાં આવ્યા છે. જગત મંદીરમાં ઠાકોરજીને ગરમીથી બચવા માટે પુજારી પરિવાર દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતાં ચંદન વાઘાનો શુંગાર કરીને પુષ્પ શૃંગારની શરુઆત કરવામાં આવ્યા છે.
પૃષ્ણશૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ-૩ થી અષાઢ સુદ-૧ સુધી સતત બે માસ સુધી ચાલશે. અક્ષર તૃતીયાના પાવન અવસરે ઠાકોરજીને વિશેષ ઠંડક આપનારો શુંગાર થનાર હોય તેની તૈયારી લગભગ એક સપ્તાહથી ચાલી રહી છે. મંદીરના વારાદર પૂજારીઓ તથા તેમના સહયોગીઓ દ્વારા દરરોજ લગભગ પાંચ થી છ કલાક સુધી સવાર સાંજ શુઘ્ધ ચંદનના લાકડાને વિશેષ પથ્થર પર ધસી શુઘ્ધ ચંદનને લેપ તૈયાર કરાઇ રહ્યો છે.
મંદીરમાં સેવાપૂજા કરતા ગુંગળી બ્રાહ્મણો સમુદાય લગભગ એક સપ્તાહથી ઠાકોરજી માટે વિશેષ રીતે તૈયાર કરાતા ચઁદનના લેપમાં સહભાગી બન્યા છે. અક્ષર તૃતીયાના જગતમંદીરમાં વિશેષ આયોજન વિશે જગતમંદીરના પંડા પરેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ત્રણ થી ચાર ફુટની શ્રીજીની મૂર્તિ માટે પ થી ૬ માટીના વાસણો ચંદનના લેપ માટે તૈયાર કરાય છે. ચંદન સાથે અન્ય સામગ્રી પણ હોય છે. ૩ થી ૪ વાસણો ચંદનના લેપથી તૈયાર કરાય છે. લગભગ એક સપ્તાહ સુધી સવાર સાંજ પાંચ થી છ કલાક ચંદનને ધસી અસલીચંદનનો લેપ તૈયાર કરાય છે. ચંદનનું લાકડું, પથ્થર, કેસર, અતર, તથા અન્ય સામગ્રીનો લેપ તૈયાર કરી ઠાકોરજીના સ્વરુપને આ લેપ લગાવવામાં આવશે. આ સાથે પૂજારીઓની સાથે એવા કરતા લોકો પણ પોતાની રીતે ચંદન તૈયાર કરે છે જેમને પણ અક્ષર તૃતીયાના દિવસે ઠાકોરજીના લેપ તરીકે લગાવવામાં આવે છે.