વિકાસના નામે આર્ય સંસ્કૃતિનો વિનાશ થઈ રહ્યો હોવાની ચિંતા વ્યકત કરાઈ
મહાપુરૂષો નિર્મિત આપણી અતિ પ્રાચીન ધર્મપ્રધાન ન્યાયી રાજવ્યવસ્થા કેમ છીનવાઈ ગઈ? તેના ગર્ભિત કારણો તથા ગહન રહસ્ય જાણવા માટે આર્ય સંસ્કૃતિના હિમાયતી સુમનભાઈ કામદારના નેજા હેઠળ માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
રાજકોટના આર્ષદ્રષ્ટા પંડિત પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે ૯૦ વર્ષ પૂર્વે ભારત વિષેની જયોતિષીની દ્રષ્ટિએ નહિ પણ ઉંડા ચિંતન દ્વારા આગાહી કરી હતી અને તેમના શબ્દો આજે સત્ય ઠરી રહ્યા છે. પંડિત પ્રભુદાસભાઈ પારેખના વિચારોને મુંબઈના અરવિંદભાઈ પારેખ (વિનિયોગ પરિવાર) તથા રાજકોટમાં સુમનભાઈ કામદાર લોકો સમક્ષ મૂકી રહ્યા છે.
અરવિંદભાઈ મણીયાર હોલમાં યોજાયેલ સેમીનારમાં સુમનભાઈ કામદારે એક કલાક સુધી સતત ભારતના આજના ચિત્રને રજૂ કર્યું હતુ. અંગ્રેજોની ચાલમાં નેતાઓ ફસયા અને આજે વિકાસના નામે આર્ય સંસ્કૃતિનો વિનાશ થઈ રહ્યો છે. તે અંગે જોરદાર રજૂઆત કરી હતી. દરેક પ્રસંગોની છણાવટ સુંદર શબ્દોમાં કરી હોવાથી શ્રોતાઓ કાર્યક્રમના અંત સુધી બેસી રહ્યા હતા.
સુમનભાઈ કામદારે પોતાના વકતવ્યમાં રાજા રજવાડાઓને એક કરવામાં કેવી કુટનીતિ અપનાવાઈ તે અંગે રજૂઆત કરીને રાજાઓ તેમાં કેવી રીતે ફસાયા તે માટે વિગતવાર દ્રષ્ટાંતો હતા.