૭૦ જેટલા ટયુટરો ૧ર૦૦ તાલીમાર્થીઓને ટ્રેનીંગ આપશે
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહીલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની કુટુંબ પરિવારને આર્થિક મદદ કરી શકે તથા બાળકો વેકેશનના સમયનો સદઉપયોગ કરી મનપસઁદ સર્જનાત્મક પ્રવૃતિમાં જોડાઇ આનંદ મેળવી શકે તે માટે નજીવા ટોકન દરે આગામી દિવસોમાં મહીલાઓ અને બાળકો માટે પ૦માં સમર ટ્રેનીંગ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આ સમર ટ્રેનીંગમાં ગુજરાતના ખ્યાતનામ નિષ્ણાંતો તેમજ અનુભવી ટયુટરો દ્વારા તાલીમાર્થીને તાલીમ આપવામાં આવશે.
આ સમર ટ્રેનીંગ ના ઉદધાટન સમારંભમાં પાલવ સ્કુલના જગદીશભાઇ દોંગા, સર્વોદય સ્કુલના ભરતભાઇ ગાજીપરા, અશોકભાઇ દવે, નીતીનભાઇ ભગદેવ, અલ્કાબેન, જયેશ ઉપાઘ્યાય, ચોવટીયાભાઇ, દાવડાભાઇ, મનસુખભાઇ વાવેચા, પ્રવીણભાઇ મહેતા વગેરે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી સમર કલાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાઘ્યાયે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે મહીલાઓ પોતાનામાં રહેલી સુશુપ્ત શકતીને બહાર લાવી સ્વરોજગારી મેળવી પોતાના કુટુંબના આર્થીક ઉપાજના પરિવારે સહયોગ આપી શશે તે હેતુથી આ સમર વર્ગોનું આયોજન બોલબાલા ટ્રસ્ટ કરતું રહે છે. બાળકો માટે ડ્રોઇંગ સ્પોકન ઇગ્લીશ કેલીગ્રાફી ડાન્સ કરાટે લાઠીદાવ, અને સ્કેટીગ તેમજ અન્ય વર્ગો સામેલ છે. કાલે યોગા ને લગતો કાર્યક્રમ તા. ૧૨-૫ ના રોજ મધર્સ ડે ના દિવસે ફેશન શો, સંગીત સંઘ્યા સહીતના અનેક કાર્યક્રમો યોજાશે.