ઝોન કેમ્બલનાં ૧૭૯ રને સાંઈ હોપનાં ૧૭૦ રનની મદદથી વિન્ડિઝે ૩૮૧ રનનો સ્કોર નોંધાવ્યો: આયરલેન્ડ ૧૮૫માં થયું ઓલ આઉટ
ડબલીંગ ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડ વચ્ચે વન-ડે મેચ યોજાયો હતો જેમાં વિન્ડીઝ ટીમનાં ઓપનર બેટસમેન ઝોન કેમ્બલ અને સાંઈ હોપે પ્રથમ વિકેટ માટે ૩૬૫ રનની વિક્રમી ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી જેમાં સાંઈ હોપ ૧૭૦ અને ઝોન કેમ્બલે ૧૭૯ રન નોંધાવ્યા હતા. ૩૬૫ રનની વિક્રમી ભાગીદારી કરતાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝની ઓપનીંગ જોડીએ વન-ડે ક્રિકેટમાં પહેલી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરવાની સાથે કોઈપણ વિકેટ માટે બીજા ક્રમની સૌથી મોટી ભાગીદારીનો વિક્રમ પણ પોતાના નામે કર્યો છે. આ પહેલા ૨૦૧૮માં પાકિસ્તાનનાં ઓપનર ઈમામ ઉલ હક અને ફકરઝમાન ૨૧૦ નાબાદ રન ઝીબાબ્વે વિરુઘ્ધ પહેલી વિકેટ માટે ૩૦૪ રનની ભાગીદારી નોંધાવી છે.
ઝોન કેમ્બલે ૧૩૭ રનમાં ૧૫ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૭૯ રન કર્યા હતા. જયારે બીજીબાજુ સાંઈ હોપે ૧૫૨ બોલમાં ૨૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૭૦ રનની ઈનીંગ રમી હતી જેનાં જવાબમાં ૩૮૨ રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં આયરલેન્ડની સમગ્ર ટીમ ૧૮૫ રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં ટીમનાં ખેલાડી કેવીન ઓ બ્રાયને ૬૮ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનાં બોલર એસલે નર્સે ૭.૪ ઓવરમાં ૫૧ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. મેચનાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઝોન કેમ્બલની પસંદગી કરવામાં આવી હતી.