શપથવિધિ સાથે નવા-જુના ગીતોની મહેફીલ અને મેંગો ડેઝર્ટ ડીશ સ્પર્ધા યોજાઇ: બેસ્ટ પ્રેસીડેન્ટ એવોર્ડ વિજેતા મેહુલ દામાણી અને સેજલ કોઠારીનું અદકેહું સન્માન
તાજેતરમાં સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે જૈન સોશ્યલ ગ્રુપ મીડટાઉનના વર્ષ ૨૦૧૯-૨૧ ના નવા હોદેદારોશપથ વિધિ યોજાઇ હતી. જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન ગ્રુપ તેમના ૩૬ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે વર્ષ ૨૦૧૯-૨૧ ના નવા વરાયેલા હોદેદારોની શપથ વિધિ ઇન્સ્ટોલેશન, પ્લેબેક સીંગલ પ્રીતીબેન ભટ્ટ અને તેમના ગ્રુપ દ્વારા જુના નવા ગીતોની મહેફીલ અને રસપુરીનું ડીનર આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં સૌ પ્રથમ ગ્રુપના નવા વરાયેલા પ્રમુખ સુકેતુભાઇ ભોડીયાએ પધારેલ સૌ મહેમાન તથા મેમ્બરોનાં૦ આવકાર સાથે આખા વર્ષ દરમ્યાન યોજાનાર કાર્યક્રમની આછેરી રુપરેખા વર્ણાવી હતી. ત્યારબાદ જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન અને રાજકોટ મીડટાઉન ગ્રુપના પૂર્વ પ્રમુખ હરેશભાઇ વોરાએ નવનિયુકત પ્રમુખ સુકેતુભાઇ ભોડીયાને શપથ વિધિ કરાવેલ. અને તેમના વકતવ્યમાં જણાવેલ કે ગ્રુપની શરુઆતથી લઇ આજ સુધીની સફરમાં ગ્રુપ દ્વારા ફેડરેશન રીજીયનનાં હોદાઓ ઉપર મીડટાઉનનાં પ્રતિનિધિઓએ ખુબ મહત્વનો ફાળો આપેલ છે.
જેનો સવિશેષ આનંદ છે. મનીષભાઇ દોશી દ્વારા ગ્રુપના ઓફીસ બેરર્સ સર્વ બીપીનભાઇ મહેતા ઉપપ્રમુખ મનીષભાઇ મહેતા, સેક્રેટરી ચિરાગભાઇ દોશી, જોઇન્ટ સેક્રેટરી અને જીતુભાઇ લાખાણી ટ્રેઝરર તરીકેની શપથવિધિ કરાવેલ હતી.
વર્ષ ૨૦૧૮-૧૯ ના બેસ્ટ પ્રેસીડન્ટ એવોર્ડ વિજેતા અને તત્કાલીન વિનૃત પ્રમુખ મેહુલભાઇ દામાણી તથા ૩પમાં વર્ષના ચેરમેન સેજલભાઇ કોઠારીનું અદકેરું બહુમાન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ફેડરેશનના ઇન્ટરનેશનલ ડાયરેકટર પરેશભાઇ શાહ, સૌરાષ્ટ્ર રીજીયનના વાઇસ ચેરમેન કાર્તિકભાઇ શાહ, ફેડરેશનના પૂર્વ વાઇસ પ્રેસીડન્ટ નીલેશભાઇ કામદાર, ફેડરેશન કમીટી ચેરમેન સંદીપભાઇ મહેતા, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ યુવાના પ્રમુખ જયેશભાઇ વસા, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન લેડીઝ વિંગ પ્રમુખ જાગૃતિબેન જે. લાખાણી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની સાથે સાથે ગ્રુપના મેમ્બરો માટે મેર્ગો ડેઝર્ટ ડીશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં સભ્ય મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને વિજેતાઓને ગ્રુપ દ્વારા ઇનામો આપી નવાઝવામાં આવેલ હતા. તો સાથે સાથે પ્લેબેક સિંગર પ્રીતી ભટ્ટ અને તેમની ટીમે નવા જુના યાદગાર ગીતો રજુ કરી ઉ૫સ્થિત સૌને તાલીઓ પાડવા મજબુર કરી દીધા હતા. અંતમાં આભાર વિધિ ગ્રુપના જોઇન્ટ સેક્રેટરી ચીરાગભાઇ દોશી અને કાર્યક્રમનું સંચાલન ગ્રુપના સેકેટરી મનીષભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું.