ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈનનો ભાવ ૪ લાખે પહોંચ્યો
ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈનનું એક અલગ જ સ્થાન રહેલું છે ત્યારે શુક્રવારનાં રોજ ફરીથી વૈશ્વિક બજારને બીટકોઈન કરન્સી ધ્રુજવશે તો નવાઈ નહીં. માત્ર ૬ મહિનામાં બીટકોઈન કરન્સીમાં ૬ ટકાનો વધારો જોવા મળ્યો છે ત્યારે ક્રિપ્ટો કરન્સીનાં બીટકોઈનમાં અધધ વધારો જોવા મળ્યો છે. ૬ માસમાં બીટકોઈનમાં ૬ ટકાનો વધારો થતાં ૫૭૦૦ ડોલરની સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યું હતું. બીટસેમ એકસચેન્જમાં ૬ માસ પૂર્વે બીટકોઈનનો ભાવ ડોલર ૫૬૮૦ રૂપિયા રહ્યો હતો એટલે કહી શકાય કે વર્ચ્યુલ કરન્સીમાં આશરે ૫૫ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.
વિશ્વ આખામાં બીટકોઈનનાં ધારકોની સંખ્યામાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિશ્વભરમાં જો વર્ચ્યુલ કરન્સી ઉપર ભરોસો અને કહી શકાય કે જો ક્રિપ્ટો કરન્સી પર ભરોસો મુકવામાં આવતો હોય તો તે બીટકોઈન છે ત્યારે ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈનની સાથો સાથ ઈથેરીયમ રીપલ્સ એકસઆરપી સહિતનાં ક્રિપ્ટો કરન્સીમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે ગત ૬ મહિનામાં બીટકોઈનમાં ૬ ટકાનો વધારો થતાં બીટકોઈનનો ભાવ ૪ લાખ સુધી પહોંચ્યો છે કે જે ગત ૬ માસ પહેલાં ૩.૯૫ લાખ રહ્યો હતો.
વર્ચ્યુઅલ કરન્સી બીટકોઈનની કિંમતમાં છેલ્લા ૬ માસમાં જે ૬ ટકાનો વધારો જોવા મળ્યો છે તેનાથી શેરબજારોમાં આ વર્ષે મહદઅંશે અંકો નીચે જાય તેવી પણ આશા સેવાઈ રહી છે પરંતુ ૨૦૧૭-૨૦૧૮ બાદ બીટકોઈનનાં ભાવમાં વખતો-વખત વધારો પણ જોવા મળી રહ્યો છે જેથી બીટકોઈન ધારકોને આનો લાભ ખુબ જ સારી રીતે મળી શકશે. બીટકોઈનમાં ભાવ વધારો થતાની સાથોસાથ રોકાણકારોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર વઘ્યું છે ત્યારે બીટકોઈનનાં ભાવમાં ઉછાળો થતાં શેરબજારમાં પણ વૃદ્ધિ જોવા મળશે.