૭૦૦ બીસીઇનો દેશકાળ હતો: વિશ્વભરના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ૬૦ થી વધુ વિષયોમાં જ્ઞાન પામતા હતા: આજના ભારતની હાલત અતિ કંગાળ !‘ઇન્ડિયા’ આપણા દેશનું મૂળભૂત કે અસલી નામ નથી.. આપણા દેશ ઉપર અંગ્રેજી શાસન હતું તે વખતે શાસનકર્તાઓએ આ નામ રાખ્યું હતું. મોગલ બાદશાહત હતી તે વખતે આ દેશનું નામ‘હિન્દુસ્તાન’ હતું.
દોઢસોથી વધુ વર્ષો સુધી વિદેશોની ગુલામી વેઠયા બાદ આપણા દેશને સ્વતંત્રતા સાંપડી અને તે આઝાદ બન્યો તેની સાથે જ તેના ‘ભારત’ તથા ‘પાકિસ્તાન’એમ બે ભાગ થયા અને ‘હિન્દુસ્તાન’નામનો લોપ થઇ ગયો હતો.૧૮૫૭માં આઝાદી માટે બળવો થયો હતો, જેને અંગ્રેજી શાસકોએ નિદયરીતે કચડી નાખ્યો હતો. એ જમાનામાં અહીં બ્રિટીશ રાજ અર્થાત અંગ્રેજી સલ્તનતનું રાજ હતું અને રાજાશાહી હતી. જુદાં જુદાં રજવાડાંઓમાં હિન્દુસ્તાન વહેંચાયેલો છે.
અંગ્રેજી શાસન તથા હિન્દુસ્તાનની પ્રજા વચ્ચે ‘આઝાદી’ સંબંધી તીવ્ર સંગ્રામ ચાલુ રહ્યો હતો, જેની આગેવાની અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિએ જુદા જુદા નેતાઓએ લીધી હતી. દેશની આબાલવૃઘ્ધ પ્રજાએ એમાં ભાગ લીધો હતો, જેમાં હિન્દુ, મુસ્લીમ અને અન્ય કોમોના મહિલાઓ-પુરૂષો જોડાયા હતા. મહાત્મા ગાંધીએ સર્વોચ્ચ નેતા તરીકે સૌને વિશ્ર્વાસમાં લઇને આ લડતને પૂરેપૂરી અહિંસક રાખી હતી અને સત્યાગ્રહ, ઉપવાસી, અસહકાર જેવા અસરકારક શસ્ત્રો કાર્યક્રમો સાથે આખા દેશને એક સંપણે લડતો રાખ્યો હતો. જુદી જુદી તમામ કોમોના અગ્રણીઓએ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ આ લડતને જોમ અને જુસ્સો બક્ષ્યા હતા.
હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં વિષ્ણુગુપ્ત, ચાણકય, સમ્રાટ અશોક, કબીર, નાનક, મીરા અને નરસિંહ મહેતાના તત્વ સત્વો પણ સંમિલિત હોવાનું મહાત્મા ગાંધીએ અનુભવ્યું છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં આળોટી આળોટીને અને હાડેહાડ ભીંજાઇને મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી બનયા એ કોણ નથી જાણતું?
હિન્દુસ્તાનને સ્વાતંત્ર્ય સંગ્રામ એક જબરદસ્ત બ્રિટીશ સલ્તનતની સામે અને ધીંગા શાહીવાદની સામે જીત્યો તે આ સંસ્કૃતિના આધારે જ જીત્યો અને પાછો આખી દુનિયાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનોખો તથા ઐતિહાસિક બન્યો તે આ સંસ્કૃતિના સથવારે જ !
વંદેમારતમ એનો મહામંત્ર
જયહિન્દ એનો શૌર્યઘોષ
ઇન્કલાબ ઝિંદાબાદ એનું સંકલ્પસૂત્ર
સ્વરાજ એની મંઝિલ
સુરાજય કે રામરાજયનું નિર્માણ, એ એની તમન્ના તથા સંકલ્પના
ભગતસિંઘ સહીત સુભાષ બોઝ અને મહાત્મા ગાંધી સુધી સેંકડો સપૂતોની શહિદી..
તૈત્રીસ કરોડ લોકોની ન્યોચ્છાવરી…
કોઇ બાકી નહિ…
કોઇ ઘરમાં નહિ…
કવિઓ પણ નહિ. કમલનવેશો પણ નહિ
વંદમારત સૌના મૌંએ
કોઇ નીચા નહિ, કોઇ ઉંચા નહિ
કોઇ નાના નહિ, કોઇ મોટા નહિ
મંદિરવાળાઓ પણ સંગ્રામમાં સાથ…
મસ્જીદવાળાઅ પણ સંગ્રામમાં ભેગા…
મઝહબવાદ નહિ, કોમવાદ નહિ
ન જાતિના ભેદ, ન ન્યાતના ભેદ
અભેધ બધા, અટલ બધા
એક જ ઝંડો સહુનો, એક જ બોલ સહુનો…
કદમે કદમ એક…
નાદ એક, ઘોષ એક…
જયાં દેખો ત્યાં દેશભકતોને જયાં જુઓ ત્યાં
કરોડ કરોડ હાથમાં ઝંડા….
ઝંડા ઉંચા રહે હમારા…
કરોડ કરોડ ત્રિરંગી ઝંડા….
વિજયી વિશ્વ તિરંગા પ્યારા…
અહિંસા લડી હિંસાની સામે…
દીવા લડયા તોફાનની સામે…
નિર્બળ અને બળવાનની લડાઇ…
સાચા અને ખોટાની લડાઇ….
ધર્મ-અધર્મ વચ્ચે લડાઇ….
ઇ.સ. ૧૮૫૭ થી ઇ.સ. ૧૯૪૭ સુધી ૯૦ વર્ષ સુધીનો જંગહવે સ્વરાજનો સૂરજ ઉગ્યો તો પણ સુરાજય આવ્યું નથી. ને રામરાજય તો કયાં ને કયાં કેટલે દૂર !આ દેશનાં સ્વાતંત્ર્ય- અબજોપતિઓ જ લડયા નહોતા… શહીદો શ્રીમંતો નહોતા..પોતાના લોહીથી હિન્દુસ્તાનના બાગને સિંચનાર વીર પુરૂષો લક્ષ્પીપતિઓ નહોતા… એમાં ગરીબો જ મુખ્યત્વે હતા…એમને ગરીબો નહિ રહેવા દેવાની લાલચો અપાઇ હતી. વચનો અપાયા હતા. સંકલ્પનાઓ બક્ષવામાં આવી હતી.
રાજનેતા કે રાજ પુરુષ કેવો હોવો જોઇએ એ સવાલ પણ ગૂઢ છે અને એનો જવાબ પણ ગૂઢ છે!દાખલા તરીકે ખલીલ જીબ્રાનનું મનુષ્યત્વ ! એમાં કોઇ એબ નહોતી. અધમતાનો છાંટો નહોતો. સ્વાર્થીપણુ નહોતું. એકવાર માએ જીબ્રાનને કહ્યું જો તું સન્યાસી થયો હોત અને મઠમાં હોત તો તારે અને લોકોને બન્નેને માટે સારું હતું.પરંતુ, આઝાદીએ આ દેશની પ્રજાને, ખાસ કરીને ગરીબ પ્રજાને અને કરોડો આમ આદમીઓને તેમને અપાયેલા વચનો મુજબ કાંઇ નથી આપ્યું….
આજના ભારતમાં આઝાદીના ૭૦ વર્ષો પછી પણ વિશ્ર્વ કક્ષાની એકપણ યુનિવર્સિટી નથી એમ કહેતી વખતે આ આઝાદ દેશની હમણાં સુધીના સુકાનીઓની નિબળતા તેમજ નિષ્ફળતાઓ ઉધાડી પડી ગયા વિના રહેતી નથી.જે વખતે આ દેશની ઓળખ આર્યાવર્ત હતી અને ભરત ખંડ હતી, સ્વર્ગભૂમિ, નંદનવન અને દેવભૂમિ હતી તે દેશકાળમાં સમગ્ર જગતમાં સર્વ પ્રથમ યુનિવર્સિટીનું ગૌરવ પામેલો આ મોંધેરો મુલક અત્યારે જ્ઞાન (નોલેજ) વિહોણો બની રહ્યો છે.
શ્રી નીતીન મહેતાએ લખેલા ‘ઇન્ડિઆ’નામના પૂસ્તકમાં ‘એ સિવિલીઝેશન ધ વર્લ્ડ ફેઇલ્સ ટુ રેકોગ્નાઇઝ’ મથાળા હેઠળ તેમણે આપણા આર્થાવર્ત, ભરતખંડ, હિન્દુસ્તાનની સભ્યતા વિશ્વભરમાં કેટલી ટોચ ઉપર હતી તેના યથાર્થ ખ્યાલ આપ્યો છે અને એવી તવારીખી માહીતી આપી છે કે, સમગ્ર જગતમાં પ્રથમ યુનિવર્સિટી ૭૦૦ બીસીઇના દેશકાળ વખતે માનવજાતને સમર્પિત કરી હતી. તક્ષશિલા યુનિવર્સિટી (વિદ્યાપીઠ – વિશ્વ વિદ્યાલય) એટલે મહિમાવંતી બની હતી કે, સમગ્ર વિશ્વના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ એમાં વિવિધ વિષયોનું જ્ઞાન પામવા આવતા હતા.
માનવજાતને સ્પર્શતા ૬૦ વિષયો આ એકમાત્ર વિદ્યાપીઠમાં ભણાવાતા હતા. એમાં આયુર્વેદ શારીરિક વ્યાયામ, યોગ, વેદવાણી, વિશ્ર્વ બંધુતા માનવીય મૂલ્યો અને અન્ય તમામ પ્રકારની કુદરતી ગતિવિધિઓ વગેરેનો સમાવેશ થતો હતો. ભારતના મહામાનવ ચાણકય અને એમના જેવી વિભૂતિઓએ અર્થશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર, રાજનીતિજ્ઞતા જેવા વિષયોમાં આ યુનિવર્સિટીમાં પારંગતતા મેળવી હતી.
આપણા દેશનો એ સુવર્ણ યુગ હતો.
આજે એ બધું ખતમ થઇ ચૂકયું છે. અને તમામ ક્ષેત્રોમાં આપણી માતૃભૂમિ સદંતર ખોખલી બની ચૂકી છે. અત્યારે એ બેહાલીથી ધેરાઇ ચૂકી છે. આવતા મહિનાઓમાં એનું સંભવિત અધ:પતન કયા જઇને અટકશે, તે જ જોવાનું રહેશે!