૪.૩ કરોડનાં ઈ-વે બીલ ૨૦૧૮-૧૯માં અપાય
ગત વર્ષથી ઈ-વે બીલ સિસ્ટમ જયારથી ગુજરાતમાં અમલી બનાવવામાં આવી છે ત્યારે આંતરરાજયોની સરખામણીમાં ગુજરાત ઈ-વે બીલમાં અવ્વલ નંબરે આવ્યું છે. વાત કરવામાં આવે ૨૦૧૮-૧૯ માટેની તો આ સમયગાળા દરમિયાન કુલ ૪.૩ કરોડનાં ઈ-વે બીલ વ્યાપારીઓને સ્ટેટ કોમર્શીયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે. કહેવાય છે કે, ઈ-વે બીલની સિસ્ટમ ૧લી એપ્રિલ, ૨૦૧૮ની લાગુ કરવામાં આવી હતી જેમાં ૫૦ હજારથી વધુનાં ગુડઝને એક રાજયથી બીજા રાજયમાં લઈ જવા માટે ઈ-વે બીલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
વ્યાપારીઓ કે જે અન્ય રાજયોમાં પોતાના માલ-સામાનની હેરા-ફેરી કરતાં હોય અને જો તેનો ભાવ ૫૦ હજારથી વધુ હોય તો તેઓને ઈ-વે બીલ જનરેટ કરવું પડે છે જેનાં કારણે ગુજરાત ઈ-વે બીલ જનરેટ કરવામાં અન્ય રાજયોની સરખામણીમાં અવ્વલ નંબર પર છે.
કારણકે મેન્યુફેકચરીંગ એટલે કે ઉત્પાદન ક્ષેત્રે અન્ય રાજયો કરતાં ગુજરાતનું વર્ચસ્વ ખુબ જ વધુ હોવાથી આનો લાભ ગુજરાત રાજયને વારંવાર મળતો રહે છે. વાત કરવામાં આવે તો ગુજરાત પોતાની કોઈપણ ચીજોનાં ઉત્પાદનમાં અન્ય રાજયમાંથી રો-મટીરીયલ લેતું હોય છે ત્યારે જીએસટી કાયદો લાગુ થતાની સાથે જ ઈ-વે બીલ વેપારીઓએ બનાવવું અનિવાર્ય બન્યું છે.
વેટનાં સમય દરમિયાન કોઈપણ ચીજ વસ્તુઓનાં ટ્રાન્સપોર્ટેશન કે જે અન્ય રાજયોમાં કરવામાં આવે તેનાં ઉપર અનેકવિધ ટેકસીસ લગાવવામાં આવતા હતા પરંતુ જીએસટીનાં અમલ બાદ કોઈ અન્ય ટેકસો વસુલવામાં આવતા નથી જેનાથી ટ્રાન્સપોટરોને અનેકવિધ રીતે ફાયદાઓ થતા મળ્યા છે.