ભારતનું હવામાન ખાતુ વૈશ્વિક ટોચે સજ્જ!
ભૂતકાળમાં વાવાઝોડા જેવી કુદરતી આફતોએ સર્જેલી તબાહી બાદ હવામાન ખાતાએ વિકસાવેલી નવી એલર્ટ સિસ્ટમ અસરકારક પૂરવાર થઇ
ગઇકાલે ઓરીસ્સાના દરિયા કાંઠા વિસ્તાર પર ત્રાટકેલા મહાભયંકર વાવાઝોાડા સામે ભારતના હવામાન વિભાગની નવી સુધારેલી વોનીંગ સીસ્ટમના કારણે મહાભયંકર જાનહાની અને મોટું નુકશાન ટાળવામાં સફળતા મળી છે. હવામાન વિભાગ દ્વારા સમયસર અપાયેલી હેનીની ચોકકસ આગામી, તીવ્રતા અને તેના માર્ગ અંગેની જાણકારીના પગલે લાખો લોકોને સલામત સ્થળે ખસેડી લેવાની કેન્દ્ર અને રાજય સરકારના સંકલન અને રાષ્ટ્ર ક્રિમસ્ટર મેનેજમેન્ટ કામગીરીથ જાનહાની અને નુકશાનનું આંક ખુબ જ સીમીત રાખવામાં સફળતા મળી છે.
સરકારના સત્તાવાર આંકડામાં ફેની વાવાઝોડાના કહેર દરમિયાન કુલ મૃત્યાંક છ દર્શાવાયું રહ્યું છે. જયારે સમાચાર એજન્સીઓ દ્વારા મૃત્યુઆંક ૮ દર્શાવાયું છે.ફેની વાવાઝોડાના પ્રભાવ વાળા વિસ્તારમાં કાચા મકાનો ધરાવતા પુરીમાં નુકશાનીનો આંક મોટો હોવાનો જાણવા મળ્યું છે. ૧૬૦ વ્યકિતઓને સારવાર માટે હોિ૫સ્ટલમાં ખસેડવામાં આવ્યાં છે. એસપી અને જીલ્લા કલેકટરના નિવાસો પણ ક્ષતિગ્રસ્ત થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાઇ જવા પામ્યો હતો.
ફેનીના મહાભયંકર ચક્રવાતની આફત વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી સંચાલીત એલર્ટ સિસ્ટમથી કુદરતી આફતોમાં નુકશાનીનું પ્રમાણ શુન્યત રાખવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. સમયસરની આગાહી વાવાઝોડાની અસરથી પ્રભાવિત થનારા આગાહી વાવાઝોડાની અસરથી પ્રભાવિત થનારા વિસ્તારોની ઓળખ અને ભારે વરસાદ અને પવનથી સંભવિત ભુસંખલન અને નદીઓના પુરની તબાહી સામે થયેલું જીણવટ ભર્યુ આયોજનથી મહાભયંકર આફત વિના વિઘ્ને ટળીગઇ હતી.
૧૯૯૯ માં ત્રાટકેલા વાવાઝોડામાં મૃત્યું આંક દસ હજાર સુધી પહોચ્યો હતો અને દેશના વાવાઝોડા ગ્રસ્ત અનેક વિસ્તારોમાં વ્યાપક જાનમાલ ની ખુવારી થઇ હતી. નવી એલટ સિસ્ટમના કારણે આ વખતે કુદરતના પ્રકોપમાંથી લોકોના જાનમાલ અને સંપતિને સંપૂર્ણ સલામત રાખવામાં સરકાર સફળ થઇ છે.
અગાઉ ૨૦૧૩ માં વાવાઝોડું ફેલીંન, ૨૦૧૪માં ત્રાટકેલા હુડહુડની વ્યાપક તબાહી બાદ સરકાર એલર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવી દરીયાના તોફાનોની સતત જાણકારી અને વાવાઝોડાથી વધુમાં વધુ પ્રભાવિત થતા રાજયો જેવા કે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં વાવાઝોડા સામે રક્ષણાત્મક વ્યવસ્યાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુદઢ વ્યવસ્થા અને સંભવિત દશેશતવાળા વિસ્તારોમાં વાવાઝોડા પ્રતિરોધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેનાથી વાવાઝોડા સહીતની કુદરતી આફતોની માહીતી મળી જવાથી આગોતરા આયોજનો કરી શકાય.
ફેનીની પ્રભાવવાળા વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભેખડો ધસવાની આફત સામે ૪૫ સભ્યોની એક એવી ૬૫ ટીમોની રચના કરી હતી. ઓરિસ્સામાં ૩૮ ટીમોએ કામગીરી હાથ ધરીને વાવાઝોડાના ત્રણ દિવસ પૂર્વ જ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં સાડા અગિયાર લાખ લોકોનું સ્થળાંતર કર્યુ હતું. વાવાઝોડા દરમિયાન માર્ગ પરિવહન ની જાળવણી કાયદો વ્યવસ્થાની પરીસ્થીતીનું સંચાલન અને સુકો ખોરાક પુરવઠો જાળવી રાખવા સરકારે આ કામગીરી સરળતાથી સુંદર રીતે કરી હતી. ફેનીની આ આફત સહેજમાં નિવારવા માટે હવામાન વિભાગની વ્યવસ્થા સરહાનીય બની છે.
આઇએમડીના ડાયરેકટર જનરલ કે રમેશે જણાવ્યું છે. કે આ ખુબ જ સારી ઉપલ્બઘ્ છે. મોટા વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડામાં નુકશાનને સીમીત રાખવા માટે સરકારના સચિવ માધવન રાજીવ અને હવામાન વિભાગની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી એલર્ટ સિસ્ટમથી વાવાઝોડાની જાણ અગાઉથી થઇ જવાથી મોટું નુકશાન ટળ્યું છે. આગામી દિવસોમાં હજુ આવશ્યકતા સુધારવા પ્રયાસો થશે. વાવાઝોડા સામે યુઘ્ધના ધોરણે કામગીરી કરવા માટે ગોખલપુર, સિકંદરબાદ પાનગર, કલકતા વિગેરેમાં સૈન્યની ત્રણ ટકુડીઓ નેવીની છે.
નૌકાનવ અને વાયુસેવાને એલર્ટ રાખી અસરગસ્ત વિસ્તારોમાં ખોરાક, હોિ૫સ્ટલ દવાઓ અને નસીૈગ સ્ટાફને ખડેપગે રાખ્યા હતા. સૌથી વધુ ગજંમમાં ૨.૮૧ લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. કુલ ૪૮૫૨ રાહ કેમ્પ અને બે ચોપ્પર પ્લેનોને તૈયાર રાખી સંભવિત કોઇપણ સ્થીતીમાં બચાવ સામગ્રીને આકાશમાંથી ઉતારવા તૈયારી કરી હતી. સાયરન અને સાવચેતીના સિગ્નલોની વ્યવસ્થા અસરકારક સાબીત થઇ હતી. ભારતની સુધારેલી વોનીંગ સીસ્ટમની સરાહના થાય છે યુએમના અધિકારીઓ એ પણ ફેનીની આફત સફળતાથી નિવારવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય હવામાન હવે ર૪ કલાક પહેલા વાવાઝોડાની આફત તેનો વિસ્તાર તીવ્રતાનો આંક જાણી શકે છે ફેની ઓરિસ્સાના દરિયા કાંઠેથી ૨૦૫ કી.મી.ની ઝડપે પસાર થયું હતું. આ વાવાઝોડા માં પશ્ચિમ બંગાળના ૯૦ થી ૧૦૦ કી.મી. ઝડપે શનિવારે વાવાઝોડુ ફુંકાશે તેવી ચોકકસ બાતમી પ્રાપ્ત થ હતી. આ વર્ષમાં બીજું સૌથી ભયંકર વાવાઝોડા ફેની પૂર્વ અગાઉ ૨૦૦૮ માં નરગીસ વાવાઝોડું ત્રાકટયુ હતું અલબત એડવાન્સ એલર્ટ સિસ્ટમથી ફેની દ્વારા થનારા નુકશાન અટકાવી શકાયું હતું.
શું તમને ખબર છે?: વાવાઝોડાને નામ કેવી રીતે અપાય છે?
માલા,હેલેન, નરગસ, નિલોફર વગેરે નામો બોલીવુડના અભિનેતા-અભિનેત્રીઆનાં નામ સમાન લાગે છે પરંતુ, આ વિનાશક વાવાઝોડાના નામો પણ છે. જે અતિશય પવન ભારે વરસાદ સાથે વિનાશક વિનાશ લાવે છે. ગઈકાલે ઓરિસ્સામાં આવેલુ વાવાઝોડુ ‘ફેની’ને તેનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.
જેનો અર્થ થાય છે. સાપની ફેણ. વિશ્વ હવામાન સંસ્થાની વર્ષ ૨૦૦૦માં મસ્કતમા યોજાયેલા ૧૭મા સત્રમાં ઓમાન, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ઉષ્ણકટીબંધીય ચક્રાવાતોને જે તે દેશો નામ આપી શકે તેવું ઠરાવવામાં આવ્યું હતુ બાંગ્લાદેશની ખાડી અને અરબી સમુદ્રમાં આવતા વાવાઝોડાને, બાંગ્લાદેશ, ભારત, માલદિવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, લંકા અને થાઈલેન્ડ દેશો નામ આપી શકે છે.
જે મુજબ બાંગ્લાદેશને ૨૦૦૪માં આવેલા વાવાઝોડાને ‘ઓનિલ’ નામ આપ્યું હતુ તેવી જ રીતે થાઈલેન્ડ દ્વારા ‘ફતાઈ’, ભારત દ્વારા ‘વાયુ’ ઉપરાંત ‘અગ્નિ’, ‘જલ’, વિજળી’, ‘આકાશ’, વગેરે નામો સુચવવામાં આવ્યા હતા. જયારે શ્રીલંકાએ ‘મલા’, બાંગ્લાદેશે ‘હેલેન’, પાકિસ્તાન દ્વારા નિલોફર’નામો વાવાઝોડા માટે સુચવવામાં આવ્યા હતા જે પ્રકારના વાવાઝોડા ભવિષ્યમાં જે અપાયેલા નામો પરથી ઓળખાય છે.