ગુજરાત સ્થાપના દિન નિમિતે અમદાવાદમાં યોજાયો ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહ
અમદાવાદ મેનેજમેન્ટ એસો. સ્થિત જે.બી. ઓડીટોરીયમ ખાતે ગુજરાત સ્થાપાના દિન નીમીતે ઉઘોગ, કલા, સાહિત્ય અને તબીબી ક્ષેત્રે ઉમદા પ્રદાન કરનાર રાજયના શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સમગ્ર વિશ્વના ૩૦ લાખ રધુવંશીઓની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરીષદના વરિષ્ઠ ઉપપ્રમુખ, અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ લોહાણા મીલનના પૂર્વ પ્રમુખ ઉમંગભાઇ ઠકકરને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી. કોહલી વિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા.
સ્વામીનારાયણ ભગવાનને સમર્પિત, ધાર્મિક પ્રવૃતિઓ કરતા મીલનસાર નમ્ર સેવાભાવી સરળ પ્રકૃતિના ઉમંગભાઇ ૧૫૦ મુકબધીર બાળકો માટે ચાલતી ઉમંગ મુકબધીર શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી છે. ઉપરાંત અમદાવાદની કર્ણાવતી કલબ, રાજપથ કલબ, વાય.એમ.સી.એ. કલબ વગેરેમાં બોર્ડ મેમ્બર્સ તરીકે સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. લાયન્સ કલબ, રોટરી કલબ, જેસીઝ, જી.આઇ.સી.ઇ. એ તથા જી.આઇ.એચ.ઇ.ડી. સહીતની સંસ્થાઓમાં અગ્રેસર છે. ઇન્ફ્રાસ્ટકચર સંસ્થાઓ ક્રેડાઇ, અમદાવાદ બિલ્ડર્સ એસો. વગેરેમાં પણ મહત્વના હોદા પર સેવા આપી રહ્યા છે.
ઉમંગભાઇ ઠકકરને લોહાણા પરીષદના પ્રમુખ પ્રવીણભાઇ કોટક, યોગેશભાઇ લાખાણી, પરેશભાઇ ભુપતાણી, હિમાંશુભાઇ ઠકકર, પિયુષભાઇ ગંઠા, નીતીનભાઇ રાયચુરા, વિણાબેન પાંધી, હિમતભાઇ કોટક, કાશ્મીરાબેન નથવાણી, મિતલ ખેતાણી, સુરેશભાઇ ચંદારાણા, હસુભાઇ ભગદે, યોગેશભાઇ પુજારા, શીલ્પાબેન પુજારા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, ભરતભાઇ રેલીયા અશોકભાઇ હિંડોચા, ડો રમેશભાઇ ભાયાણી સહીતના સૌએ શુભેચ્છા પાઠવી છે. ઉમંગભાઇ ઠકકરે મો. ૯૮૨૫૦અ ૪૭૭૩૮ પર શુભકામના મળી રહી છે.