રાણપુરમાં યોજાયો ચમત્કારીથી ચેતો કાર્યક્રમ: વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષીત લોકોમાં ઢગલાબંધ ગેરમાન્યતાના દર્શન ઉપર વિસ્તૃત માહિતી અપાઇ
બોટાદ જીલ્લાના રાણપુરની ચંપાબેન સુખલાલ ગદાણી હાઇસ્કુલ વિઘા મંદીરમાં વાર્ષિક ઉત્સવમાં તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ, સાંસ્કૃતિ કાર્યક્રમ સાથે છાત્ર-છાત્રાઓ, વાલી, જનસમાજમાં અંધશ્રઘ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષિત લોકોમાં ઢગલાબંધ અંધશ્રઘ્ધા અને ગેરમાન્યતાના દર્શન ઉપર વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. સરકારી તંત્રે જાથાનો કાર્યક્રમ હોય વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પઘ્ધિતીથી ઉદધાટન સંચાલક સંજીવકુમાર ગદાણી, ભુપતભાઇ મકાણી, જીવાભાઇ કાળોતરા, કનકબેન સાપરા, સંજીવકુમાર ગદાણીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.સંચાલક સંજીવકુમાર ગદાણીએ જણાવ્યું કે જાથાના કાર્યક્રમની વર્ષોથી ઇચ્છા હતી જે આજે ફળીભૂત થઇ છે તેનો અનહદ આનંદ છે. દેશમાં અંધશ્રઘ્ધાના નામે વેપાર થાય છે તે દુ:ખદ છે દેશને ભારોભાર નુકશાન છે વ્હેમ, અંધશ્રઘ્ધા, ચમત્કારોને જાકારો આપવા આહવાન કર્યુ હતું.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓ વાલીને સંબોધતા જણાવ્યું કે માનવીનું વર્તન, વ્યવહાર કર્મ ર૧મી સદીને અનુરુપ હોવું જોઇએ. પુરુષાર્થ, વાસ્તવવાદ, વિજ્ઞાનને અનુસરવાની મહત્તમ ફાયદા મળે છે. માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મની જયોત ઘરે ઘરે પ્રજવલ્લીત કરવા જાથા અંધશ્રઘ્ધામાં ફસાયો છે. તેનાથી બહુધા સમાજ નીરીક્ષણ કરતા જાણે-અજાણે તે પણ અંધશ્રઘ્ધામાં ફસાય છે. તે બહાર નીકળી શકતો નથી. આર્થિક નબળા અને મઘ્યમ વર્ગના લોકોને પાયમાલી સિવાય કશું જ મળતું નથી.
વાસ્તુ શાસ્ત્ર, ફેગસૂઇ, જયોતિષ, અંકશાસ્ત્ર, ટેરા, છાયા, સીગ્નેચર, કુંડળ વિગેરેના ફળકથનોમાં રુચિ અધોગતિને આમંત્રણ છે. કહેવાતો ઉજળીયાત વર્ગ મોટા સમાજને ગુમરાહ કરી ખોટા અનુકરણ તરફ લઇ જવાનું દુષ્કત્ય કરે છે. જાથાના સર્વે મુજબ શિક્ષિત લોકોની અંધશ્રઘ્ધા તરફથી દોટ દેશ માટે નુકશાનકારક છે. જાથાના પંડયાએ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ભૂત પ્રેત, પિશાચ, ડાકણ, ચુડેલ, આસુરી શકિત મેલીવિઘા વશીકરણ વિગેરેનું અસ્તિત્વ જ નથી.
તેનો ભય ડર રાખવો જોઇએ નહિ. લેભાગુઓ મનઘડત વાર્તાઓ ઉભી કરી વર્ષોથી ભ્રામકતા ફેલાવે છે. તેનો ક્રિયાકાંડની મદદથી લાભ મેળવે છે. વાસ્તવમાં દ્રઢ મનોબળ કેળવવાથી અને તર્કને પ્રાધાન્ય આપવાની માનવીને લાભ થાય છે. પિતૃ, સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી. જીવતા અને નજીકના સગા સંબંધી મિત્રો જ નડે છે તેનાથી સાવધાન રહેવા અપીલ કરી હતી.રાજયમાં પોતાના ગામ કે શાળા છાત્રાલયના જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ વિજ્ઞાન જાથા ભવન ૧ જીવનગર રૈયા રોડ રાજકોટ મો. નં.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.