મોદી ૪૦ વર્ષમાં હિડૌન આવનારા ત્રીજા વડાપ્રધાન, આ પહેલા ચરણસિંહ અને ઈન્દિરા ગાંધીએ અહીં જનસભાઓ કરી હતી રાજસ્થાનના પહેલા તબક્કાના પ્રચારમાં મોદીએ ચાર જનસભાઓ સંબોધી હતી
પીએમ મોદી રાજસ્થાનના કરૌલીમાં જનસભા સંબોધી હતી. અહીં પીએમ મોદી સાથે વસુંધરા રાજે સિંધિયા પણ હાજર રહ્યા હતા. મોદીએ આતંકી મસૂદ અઝહરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકી આકાને સૌથી મોટી સંસ્થાએ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. ઘણા વર્ષોથી મસૂદ ભારત પર ઘા કરી રહ્યો હતો પરંતુ હવે મસૂદનું પાકિસ્તાનમાં મોજ કરવું મુશ્કેલ બની ગયું છે.
પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં દમ ન હતો અને તે આતંકીઓથી ફફડતી હતી. પીએમએ કહ્યું કે, ચૂંટણી સાથે આઈપીએલ કરાવવાની હિંમત કોઈએ નથી કરી. આજે ચૂંટણી પણ ચાલી રહી છે અને આઈપીએલ પણ ચાલી રહી છે. આ લોકો પુંછડી પકડીને ભાગવા વાળી સરકારમાં બેઠા હતા અને મોદી ગર્વ સાથે આગળ વધનારી સરકારમાં છે. તેમને કહ્યું કે આઈપીએલ તો થશે જ અને જો તમે ગોળી ચલાવશો તો મોદી ગોળા ફેંકશે. લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ અને ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ બન્ને એક સાથે ઉજવાશે.
પીએમ મોદી કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, દેશનું કોઈ શહેર કોંગ્રેસના કાર્યકાળમાં સુરક્ષિત ન હતું અને તે સમયે આતંકી હુમલાઓ સામાન્ય બાબત બની ગઈ હતી. આતંકી હુમલાઓ અટકવાનું કારણ મોદી નથી પણ તમારા મત છે. તેના જ કારણે રાજસ્થાને ૨૫માંથી ૨૫ બેઠકો આપી અને મોદી હજુ મુકાબલો કરી રહ્યા છે.
પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈ બાદ મસૂદ અઝહર પર પ્રતિબંધને પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્ટ્રાઈક જાહેર કરી દીધી છે. તેમને કહ્યું કે પાકિસ્તાનની હિંમત ધટી ગઈ છે, તમને સારુ લાગી રહ્યું છે? પીએમ મોદીએ કહ્યું કે, આતંક અને આતંકવાદીઓને ખતમ કરવા માટે કોંગ્રેસ અને ભાજપની પદ્ધતિઓની સરખામણી ન થઈ શકે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કહેતી હતી કે, દરેક આતંકીના હુમલાઓને રોકવા શક્ય નથી, જે અમારી સરકારે કરી બતાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ૨-૩ જિલ્લાને છોડીને આતંકી હવે મનમાની કરીને સેના અને નાગરિકો પર હુમલો ન કરી શકે.
પીએમ મોદીએ પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં આવેલા વાવાઝોડાં ફેનીનો ઉલ્લેખ કરીને તેમના ભાષણની શરૂઆત કરી હતી.પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સતત અસરગ્રસ્ત રાજ્યોના સપર્ંકમાં છે અને પરિસ્થિતીથી રાહત મેળવવા માટે હું પોતે સમીક્ષા બેઠક કરી રહ્યો છું. તમામ અસરગ્રસ્ત રાજ્યોને હજાર કરોડથી વધારેની રકમ સહાય તરીકે પહેલા જ અપાઈ ચુકી છે.
હિંડૌનમાં લોકોને પીળા ચોખા આપીને જનસભામાં આવવા માટેનું આમંત્રણ અપાયું- મોદી હિંડૌનમાં લોકસભા વિસ્તારથી ભાજપ ઉમેદવાર ડો. મનોજ રાજોરિયાના સમર્થનમાં મંડાવરા રોડ પર ૫૨ વીઘા ગ્રાઉન્ડ પર જનસભા કરશે. અહીં ભીડ એકઠી કરવા માટે ભાજપ કાર્યકર્તાઓએ પીળા ચોખા વહેંચીને જનતાને આમંત્રણ આપ્યું છે. મોદીનું હેલિપેડ સભાસ્થળથી દોઢ કિમી દુર હરિનગરમાં બનાવવામાં આવ્યું છે. સભા માટે ૧૭૯૨ ચો.ફુટનું મંચ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વડાપ્રધાન સીકર અને બિકાનેરમાં રેલી કરશે.
બીજા તબક્કામાં ૧૨ બેઠકો, ૬ મેના રોજ મતદાન: રાજસ્થાનમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે બુધવારે પીએમ મોદીએ જયપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પહેલા તબક્કામાં ૨૯ એપ્રિલના રોજ ૧૩ બેઠકો માટેનું મતદાન થઈ ચુક્યું છે. બીજા તબક્કામાં ૬મેના રોજ ૧૨ બેઠકો માટે મતદાન યોજાશે.