એસ.ટી. સ્ટેન્ડ નજીક હોટલમાંથી લોહીના વ્યાપારમાં યુવતી સહિત ત્રણ ઝડપાયા’તા
શહેરના એસ.ટી. સ્ટેન્ડના પાછળના ભાગે આવેલી હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી જેમાં આસામની વતની પાયલ અમિત નામની યુવતી જામજોધપુર ખાતે રહેતા કૌશિક ભુપત વ્યાસ અને કૌશલ કેશવજી શીણોજીયા સામે ટ્રાફિક ઈમોરલની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં આસામની યુવતી કોર્ટમાં હાજર ન રહેતા તેમની કૌશલ શીણોજીયા પણ લાંબા સમય બાદ હાજર રહેતા બન્ને શખ્સના એડવોકેટ ડિસ્ચાર્જ કરવાની કરેલી અરજીની સુનાવણી ચાલી જતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે બન્ને આરોપીની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ તરીકે શૈલેષ ગોંડલીયા અને સંદીપ જેઠવા રોકાયા હતા.