ઓરિસ્સામાં ફેની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના નખત્રાણામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાડા 3 વાગ્યા આસપાસ અચાનક જ સુસવાટા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.
ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો ધેરાયા હતા અને ગણતરીની મિનિટોમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. નખત્રાણા ઉપરાંત આસપાસના ગામોમાં પણ કમોસમી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.
વાતાવરણમાં આવેલા પલટાને હવામાન વિભાગ થંડર સ્ટોર્મ એક્ટિવિટી ગણાવી રહ્યું છે.મે મહિનામાં જોવા મળતી આ પ્રિમોન્સૂન એક્ટિવિટી કહી શકાય.