રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧૬ની ટીમ દ્વારા શહેરમાં ન્યુ સાગર સોસાયટી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૨ આસામીઓને ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજારભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી, તેમજ વોર્ડ નં.૦૯ ની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા રામનગર શેરી નં.૧, અક્ષર એપાર્ટમેન્ટ અને ટેલીગ્રાફ સોસાયટીના વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન ૦૩ આસામીઓને ત્યાં ભૂતિયા નળ કનેક્શન મળી આવતા તમામ આસામીઓના કનેક્શનને કપાત કરવામાં આવ્યા હતા.
વોર્ડ નં. ૧૬ માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં દામજીભાઇ મોહનભાઇ ચોવટીયા અને ભાનુબેન પોકળ વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત વોર્ડ નં. ૦૯ ભૂતિયા કનેક્શન મળી આવેલ આસામીઓમાં (૧) અક્ષર એપાર્ટમેન્ટ માંથી એકનું કનેક્શન, (૨) વિશ્વકર્મા સોસાયટી, શેરી નં. ૦૬ માંથી એકનું કનેક્શન અને (૩) નીલેશભાઈ ચીકણી, શેરી નં.૨, ટેલીગ્રાફ સોસાયટી, અડધાનું કનેક્શન વિગેરે નો સમાવેશ થાય છે.