સોના-ચાંદીના દાગીના સહિત ઘર વપરાશની ચીજો દિકરીઓને કરિયાવરમાં ભેટ: આશરે ૬૦૦૦ લોકો મહોત્સવનો લ્હાવો લેશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગવતી ગ્રુપ) દ્વારા તા.૫-૫ને રવિવારના રોજ ૧૧ નવયુગલોનો સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં શહેરના સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. મહોત્સવ કરણપરા ચોક પ્રહલાદ રોડ, રાજકોટ ખાતે યોજાનાર હોય આયોજક કમીટી તનતોડ મહેનત કરી રહી છે.
લગ્નોત્સવના શુભ પ્રસંગોમાં રવિવારે સાંજે ૫ વાગ્યે જાન આગમન, ૬ વાગ્યે હસ્તમેળાપ, ભોજન સમારંભ અને ક્ધયાને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવમાં આશરે ૬ થી ૭ હજાર લોકો ઉપસ્થિત રહેશે. તેમજ દરેક ક્ધયા પક્ષ અને વર પક્ષના સર્વે મહેમાનો સ્વરૂચી ભોજનનો લાભ લેશે. સમારંભમાં મુખ્ય મહેમાનપદે ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દંપતિઓને આશિર્વચન આપશે.
દિકરીઓને સોના-ચાંદીના દાગીના સહિત ઘર વખરીની દરેક ચીજ-વસ્તુઓ કરીયાવર‚પે ભેટ આપવામાં આવશે. આ માટે દાતાઓ જયેશભાઈ રાજપુત, નટુભાઈ કોટક, કમલેશભાઈ ગણાત્રા, રાકેશભાઈ રાજદેવ, નિલેશભાઈ બાંભવા, બચુભાઈ થાબડીવાળા, જગાભાઈ (આશાપુરા દુગ્ધાલય), શાંતુભાઈ, કેશવલાલભાઈ માધવજી સહિતના દિલેર દાતાઓનો સહયોગ સાંપડયો છે.
સાતમાં સમૂહ લગ્નોત્સવને જાજરમાન બનાવવા આયોજકો રણજીતભાઈ ચાવડીયા, અનિલભાઈ પારેખ, જયેન્દ્રભાઈ મહેતા, દિપકભાઈ ભટ્ટ, વિશાલભાઈ માંડલીયા, ભાઈચંદભાઈ કુંડલીયા, સંદીપભાઈ ચાવડાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.