તાજેતરમાં કરવામાં આવેલા એક ‘સર્વે’નું તારણ એવું દર્શાવે છે કે આખા વિશ્વમાં અત્યારુ કુલ જેટલા માણસો મરે છે, એમાંથી ચાલીસ ટકા તણાવ, એટલે કે ટેન્શનથી મરે છે!
એવું કહેવામાં આવે છે કે વિશ્વના ટોચના ધનાઢય રાષ્ટ્રમાં ‘ટેન્શન’ ને બિમારી લેખવામાં આવે છે. ‘ટેન્શન મુકત’થવા મટેનાં ખાસ કેન્દ્રો હોય છે. અને ટેન્શન મુકત કરવાનો ચાર્જ ૪૦૦ ડોલર છે ! સાચ-જૂઠની લપછપ કર્યા વિના એમ કહી શકાય કે જો આ અહેવાલને બિલકુલ બરાબર ગણીએ તો આ બાબત ઘણી ગંભીર ગણાય!
આમાં વધુ ચોંકાવનારી વાત તો એ છે કે ‘તણાવ’ને એક ‘આધુનિક યમદૂત’ કહેવામાં આવી રહ્યો છે.તણાવની વ્યાખ્યા વિવિધ રીતે કરવામાં આવે છે. આપણી જીવનશૈલી આપણા ઉપર જે પડકારો કે ભય ઉભા કરે છે એને પહોંચી વળવા માટે આપણું શરીર અને મગજ જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને તણાવ કહે છે.
આપણી સમક્ષ જયારે કોઇ પડકાર કે ભય ઉભો થાય ત્યારે એને પહોંચી વળવા માટે આપણી પાસે બે વિકલ્પ હોય છે (૧) આપણી સમગ્ર શકિતથી એ પરિસ્થિતિ સામે લડી લેવું, અથવા (ર) જો એની સામે લડી શકાય તેવી આપણી ક્ષમતા ન જણાય તો એનાથી ભાગી છૂટવું, તણાવની પ્રતિક્રિયા દરમિયાન આપણા શરીરમાં અમુક પ્રકારના રસાયણો પેદા થયા છે જે તણાવ-રસાયણો (stress hormons) તરીકે ઓળખાય છે. આ રસાયણો શરીરમાં એવા ફેરફારો પેદા કરે છે જે આપણને બાહ્મ પડકાર કે ભય સામે લડવા અથવા તો એનાથી ભાગી છૂટવામાં મદદરુપ થાય છે.
તણાવની પ્રતિક્રિયાઓ: શ્વાસોચ્છવાસ ઝડપી બને છે. જેથી શરીરને વધારે માત્રામાં પ્રાણવાયુ મળી રહે છે. હ્રદયની ગતિ અને લોહીના દબાણમાં વધારો થાય છે. જેનાથી સ્નાયુઓ, મગજ અને હ્રદયને મળતા લોહીનો પુરવઠો વધે છે. શરીરના સ્નાયુઓ તંગ બને છે. જેનાથી તણાવ પેદા કરનારી પરિસ્થિતિ સામે લડવા કે તેનાથી ભાગી છૂટવા માટે સ્નાયુઓ કાર્યરત બને છે. આંખની કીકીઓ પહોળી થાય છે. ઇન્દ્રિયો સતેજ બને છે.
તણાવથી અનેક રોગો જેવા કે તણાવજન્ય શિરદર્દ, આધાશીશી, દમ (અસ્થમા) ઊંચુ રકતદાબ, હ્રદયરોગ, જઠર અને પકવાશયની ચાંદી, કમરનો દુ:ખાવો સંગ્રહિણી, સંધિવા, ચામડીના બીમારીઓ, જાતીય જીવનને લગતી સમસ્યાઓ અનિદ્રા મનોખિન્નતા
તણાવ પેદા કરનારી પરિસ્થિતિઓને તણાવશાસ્ત્રની પરિભાષામાં Stressors તરીકે ઓળખવામાં આવે છે. તણાવ પેદા કરનારી પરિસ્થિતિઓ વ્યકિતએ- વ્યકિતએ ભિન્ન હોય છે. વળી, એક સમાન પરિસ્થિતિમાં બે વ્યકિતઓ તણાવ પેદા થતો હોય તો પણ બન્નેમાં તણાવની માત્રા ભિન્ન હોય છે.જીવનમાં તણાવની માત્રા વધી જાય ત્યારે આપણા મગજ અને શરીરમાંથી ચોકકસ સંકતો કે ચિહ્નો (stress signals) પેદા થાય થાય છે. આ ચિહનો આપણા માટે લાલબત્તીનું કાર્ય કરે છે તે આપણા ઉપર તણાવનો ભાર વધુ પડતો છે. એવી સાવચેતી કે સંકેત આપે છે.
તણાવને નોર્મલ કરવા માટે જીવનમાં શું મેળવવા માગો છો એ નકકી કરો. જે કઇ કરવા કે મેળવવા માગતા હોય એનો અગ્રતાક્રમ તૈયાર કરો. મહત્વાકાંક્ષાઓ ઓછી કરો અને જીવનની દોડને ધીમી કરો. તમારા જીવનમૂલ્યોને વધારે સ્પષ્ટ અને ઉન્નત બનાવો. જીવનમાં આઘ્યાત્મિક ને સ્થાન આપો. જગતનિયંતામાં શ્રઘ્ધા કેળવો. જગતમાં જે કંઇ થાય છે. તેમાં ઇશ્વરને શુભ સંકેત છે એમાં વિશ્ર્વાસ રાખો.તણાવ આપણામાં જીવવાનું બળ ઉમેરે છે. જો જીવનમાં તણાવ હોય જ નહીં તો આપણું જીવન સાવ શુષ્ક જ બની જાય. જીવતાં રહેવા માટે પણ આપણને સતત પડકારોની જરુર પડે છે.
તણાવની માઠી અસરથી આપણું પાંચનતંત્ર નબળું પડે છે. પ્રજનન કાર્ય ખોરવાય છે. શરીરના કોષો અને પેશીઓને એ રીતે હાની પહોંચાડે છે કે એની મૂળભૂત કુદરતી પ્રક્રિયા માટે ખપતી દાહ શકિત ઘટે !સ્ટ્રેટસ (તણાવ)ને દૂર કરવા માટે, એટલે કે તનાવમુકત થવા માટે એને લગતાં ખાસ કેન્દ્રોમાં જવાની અને ૪૦૦ ડોલર જેટલી ફી આપીને ‘તણાવ’થી છૂટકારો મેળવવાની વાત આપણા દેશની પરિસ્થિતિમાં સુસંગત નથી.
ભારતનાં મહાનગરોમાં ધનવાન લોકો ‘મસાજ’અને મસ્તક તેમજ ખભા જેવા અંગો પર ઠંડક આપતા તેલ તથા સાધનોનો ઉપયોગ કરીને તનાવમુકત થવાની રીત અપનાવી શકે, પરંતુ આપણી સંસ્કૃતિ તથા રોજીંદી જીવનશૈલીમાં તણાવ મુકિતનો ઉપાયો જ અને તે સદીઓથી પ્રસ્થાપિત થઇ ચૂકયો છે એમ કહી શકાય !
આપણી જીવન શૈલીમાં સવારે વહેલા ઉઠવાની, આંખે સ્વચ્છ પાણી છાંટવાની અને નાહી ધોઇને ઘરમાં બિરાજમાન ઇષ્ટદેવ , દેવ-દેવી વગેરે સમક્ષ ધાર્મિક રીતરીવાજ અનુસાર આસન પર બેસીને ધૂપ-દીપ, પૂજા-અર્ચના કરવાની તથા પરમાત્માના હ્રદયભીનાં સ્મરણ તથા નામ જપની પ્રણાલિકા ચાલી આવી છે તે તણાવને કે માનસિક સ્ટ્રેરીને ઉદભવવા જ દેતી નથી. ઉલ્ટુ માનસિક શાંતિ અને સ્ફૂર્તિ બક્ષે છે.
અહીં નોંધપાત્ર એ છે કે, તણાવ આપણા સમાજમાં બદલાવેલી જીવનશૈલી છે. ખાવા-પીવાથી માંડીને રહેણી કરણી સુધીના આપણા રંગ ઢંગમાં જબરો બદલાવ આવ્યો છે. અને તે છેક વિચારો તેમજ ગંદી માનસિકતા સુધી પહોચ્યો છે જો આવા બદલાવથી દૂર રહેવાય તો અને કેટલોક સમય સારા વિચારો અને પ્રભુસ્મરણમાં વ્યસ્ત રહેવાય તો તણાવ માટે કોઇ અવકાશ રહેતો નથી.