બિમારીથી કંટાળી જીવન ટુંકાવ્યું: પરિવારમાં શોક
મોટી પાનેલીમાં રહેતા યુવાને બિમારીથી કંટાળી ભાયાવદર-પાનેલી વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાનના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મોટી પાનેલીમાં રહેતા જીવનભાઈ અનિલભાઈ વારજીયા નામના ૨૫ વર્ષના યુવાને બિમારીથી કંટાળી ભાયાવદર-પાનેલી વચ્ચે રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના પોલીસમાં નોંધાઈ હતી.
ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ સોલંકીએ યુવાનની ઓળખાણ મેળવવા પ્રયત્નો કરતા મૃતક ભાયાવદરનાં જીવનભાઈ અનિલભાઈ વારજીયા હોવાનું અને લાંબા સમયથી બિમાર રહેતો હોવાથી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.