પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ સુકાની સાહિદ આફ્રિદી એ ઉંમર છુપાવી હોવાનું રહસ્ય ખુલ્યું
કહેવાય છે કે, સ્ત્રીઓ પોતાની ઉંમર હરહંમેશ છુપાવતી હોય છે પરંતુ એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે જેમાં ક્રિકેટરોએ પોતાની ઉંમર છુપાવી. જી, હા, વાત કરવામાં આવે તો પાકિસ્તાનનાં ઓલ રાઉન્ડર સાહિદ આફ્રિદીએ પોતાની ઉંમર છુપાવી હતી. માત્ર આ કિસ્સો સામે આવતા આ અંગે ઘટસ્ફોટ થયો છે પરંતુ ઘણાખરા એવા ક્રિકેટરો છે કે ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમવા માટે ખોટા એફિડેવીટ કરીને પોતાની ઉંમર ખોટી દેખાડતા હોય છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ સુકાની સાહિદ આફ્રિદીએ પોતાની ઉંમરને લઈ જે રહસ્ય રહ્યું હતું તેના પર પૂર્ણવિરામ મુકી દીધો છે અને તેમને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેમનો જન્મ ૧૯૭૫માં થયો છે નહીં કે ૧૯૮૦માં. આફ્રિદીએ તેમની આત્મકથામાં આ અંગેનો ખુલાસો કર્યો હતો કે, ૧૯૯૬માં નૈરોબીમાં શ્રીલંકા સામે જયારે તેમણે ૩૭ બોલમાં ૧૦૦ રન પુરા કર્યા હતા ત્યારે તે ૧૬ વર્ષનો ન હતો.
આફ્રિદીએ તેમની આત્મકથા ગેમ ચેન્જરમાં લખ્યું હતું કે, અધિકારીઓએ તેમની ઉંમર ખોટી લખી છે ત્યારે આફ્રિદીએ જે દાવો કરતાં જણાવ્યું હતું કે, તેમનો જન્મ ૧૯૭૫માં થયો હોય તો ત્યારે જો તેમને ૧૦૦ રન એટલે કે સદી ફટકારી હોય ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હોવી જોઈએ નહીં કે ૧૯ વર્ષની. તેઓએ ૨૭ ટેસ્ટ, ૩૯૮ વન-ડે અને ૯૯ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા છે ત્યારે સાહિદ આફ્રિદીનો કિસ્સો સામે આવ્યા બાદ આ અંગેનો ખુલાસો થયો છે પરંતુ એવા ઘણા ક્રિકેટર ખેલાડીઓ છે કે જેમને પોતાની ઉંમર ખોટી લખાવી હોય અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સામેલ થયા હોય.