કોર્ટની ગરીમા હણાતી હોવાનાં પ્રકાશિત થતાં કિસ્સાઓને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે સુઓ મોટો લીધો
કોર્ટમાં વકિલો પોતાનાં અસીલો માટે જે દલીલો કરતા હોય છે ત્યારે કોર્ટ ‚મમાં તેમની વર્તણુક કેવી હોવી જોઈએ તે અંગે હાલ ચર્ચા-વિચારણા થઈ રહી છે ત્યારે ગુરુવારનાં રોજ ગુજરાત હાઈકોર્ટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, વકિલો જયારે કોર્ટરૂમમાં દલીલ કરતાં હોય તો તેઓએ કઈ રીતે દલીલો કરવી અને પોતાની વર્તણુકને કઈ રીતે જાળવવી.
ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં બીસીઆઈ અને બીસીજીનાં વકિલો માટે એક નોટીસ બહાર પાડવામાં આવી હતી અને સ્પષ્ટપણે બંને કાઉન્સીલને જણાવતાં કહ્યું હતું કે, આ અંગે કોઈ નકકર નિર્ણય લેવામાં આવે. વકિલો દ્વારા હાઈકોર્ટ સમક્ષ કેસ પ્રસ્તુત કરવા અને કોર્ટ કાર્યવાહી દરમિયાન તેમનાં વ્યવહાર અંગે ચોકકસ નિયમોનાં અભાવનાં મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો. હાઈકોર્ટે ટકોર કરી હતી કે, જજોની ક્ષમતાની કસોટી થતી હોય છે પરંતુ વકિલોની ક્ષમતા માટે કોઈ કસોટી નથી.
ત્યારે વકિલો દ્વારા કેવી વર્તણુક કરવી તે અંગેનાં હાલ કોઈ કોડ ઓફ ક્ધડકટ જાહેર કરવામાં આવ્યા નથી. કોર્ટ કાર્યવાહી દરમિયાન ગેરવતુર્ણક કરતાં વકિલ વિરુઘ્ધ શું કાર્યવાહી કરી શકાય તે અંગે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે.
આ કેસની વધુ સુનાવણી ૨૫ જુનનાં રોજ થશે. વકિલો દ્વારા અસીલોનાં હિત જાળવવામાં આવે છે પરંતુ કોર્ટની ગરીમાની હણાતી હોવાનાં પ્રકાશિત થતાં કિસ્સાઓને ધ્યાનમાં લઈ કોર્ટે સુઓ મોટો લીધો છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે બાર કાઉન્સીલને પ્રશ્ન કર્યો હતો કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન અયોગ્ય વર્તન કરનાર વકિલ સામે પગલા લેવાનાં કોઈ નિયમો છે કે કેમ ?