બોગસ બિલીંગ અનુસંધાને ગઇકાલથી રાજકોટ-કચ્છમાં શરૂ કરાયેલી જી.એસ.ટી.ની તપાસોમાં
હજુ પણ વેપારી પેઢીઓમાં તપાસો ચાલુ: મોટી કરચોરી હાથ લાગવાની શકયતા
તાજેતરમાં ભાવનગર અને રાજકોટમાંથી ઝડપાયેલા બોગસ બીલીંગ કૌભાંડ અનુસંધાને રાજકોટ અને કચ્છની પેઢીઓ સાથે થયેલા વ્યવહારોની ચકાસણી અર્થે રાજકોટ-જી.એસ.ટી.ડીવીઝન ૧૦ અને ૧૧ દ્વારા ગઇ કાલથી રાજકોટમાં ફેરસ, નોનફેરસ લોખંડ ભઁડાર-૧૭ અને ગાંધીધામ-મુંદ્રામાં ર મળી કુલ ૧૯ પેઢીઓ ઉપર દરોડા પાડી તપાસો વિસ્તારાઇ છે.
આ તપાસોમાં પ્રથમ દિવસ દરમ્યાન ૧૯ પેઢીઓમાંથી રૂ ૯૩૫.૩૪ કરોડનું ટર્ન ઓવર (વ્યવહારો) મળેલ છે. અને હજુ આ તપાસો ચાલુ છે. દરમ્યાન આ કાર્યવાહી અંગે રાજકોટ ડીવીઝન-૧૦ ના જે.સ.. અને હાલ ડીવીઝન-૧૧ ના ઇન્ચાર્જ જે.સી. ડી.વી.ત્રિવેદીના જણાવ્યા મુજબ સંયુકત કમિશનરની કચેરી, સ્ટેટ જી.એસ.ટી. રાજકોટ ડીવીઝન-૧૦ તથા ડીવીઝન-૧૧ હેઠળના કાર્યક્ષેત્રમાં ડીવીઝન ૧૦ ના ૧૭ વેપારી તેમ જ ડીવીઝન-૧૧ ના ર વેપારી મળી કુલ ૧૯ જગ્યાએ સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગત તા. ૬-૨ ના રોજ બોગસ વેપારીઓની તપાસના અનુસંધાને ઉકત તપાસ હાથ ધરાવામાં આવેલ છે.
હાલ તપાસની કાર્યવાહી ચાલુમાં છે. પ્રાથમીક દ્રષ્ટિએ સદરહુ ૧૯ પેઢીઓ પૈકી મોટા ભાગની પેઢીઓ બોગસ બીલીંગમાં સંડોવાયેલી છે. જીએસટી નોંધણી દાખલા અન્ય વ્યકિતઓ કે જે ધંધાકીય પ્રવૃતિ બાબતે કોઇ જાણકારી ધરાવતા નથી. તેઓના નામે મેળવવાના આવેલ છે. સદરહુ બીલીંગ પ્રવૃતિ પાછળના માસ્ટર માઇન્ડને શોધવાની દિશામાં ઉડાણપૂર્વકની ચકાસણી ચાલુમાં છે. અત્રેએ એ નોધવું જરુરી છે. કે અગાઉ તા. ૬-૨ ની તપાસોમાં સંડોવાયેલા બે ઇસમોની ધરપકડ ભાવનગર ખાતેથી કરી જેલ હવાલે મુકવામાં આવેલ છે.
આ કુલ ૧૯ પેઢીઓમાં કુલ મળી રૂ ૯૩૫.૩૪ કરોડનું ટર્ન ઓવર થયેલ છે. જેમાં મુખ્યત્વે કોમોડીટી ફેરસ તથા નોન ફેરસ, લોખંડ ભંગાર વેસ્ટ મટીરીયલ મશીનરી પાટર્સનો સમાવેશ થાય છે આ તપાસો અન્વયે આગળની કાર્યવાહી તપાસ અધિકારીઓ દ્વારા હાલમાં ચાલુમાં છે અને તપાસના અંતે મોટી રકમની કરચોરી હાથ લાગે તેવી શકયતા છે.