રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપતા સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યા
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ઈંઙજ ડીજી વણઝારા અને પૂર્વ ઉઢજઙ એન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી.
ડિસ્ચાર્જ બાદ વણઝારા અને અમીને કહ્યું: પૂર્વ આઈપીસ ડીજી વણઝારાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પણ એન્કાઉન્ટર્સ થયા હતા તે બધા સાચા હતા. કાયદેસરની ફરજના ભાગરૂપે આ તમામ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા આજે અમે કેસમાંથી મુક્ત થયા છે. દેશની ન્યાયપાલિકા પણ અમને પૂર્ણ વિશ્વાસ છે. ન્યાય મેળવવામાં મોડું થાય છે પરંતુ ન્યાય જરૂર મળે છે. આજે અમને ન્યાય મળ્યો છે અને બાકીન લોકોને ન્યાય મળશે. ગઊં અમીને જણાવ્યું હતું કે ચુકાદો આવકાર્ય છે અમે બહું જ ખુુશ છીએ, અમે બહું જ દુ:ખ સહેન કર્યા છે. જે વર્ણવી શકતા નથી.
સીબીઆઈએ સરકારને પત્ર લખી કેસ ચલાવવા મંજૂરી માગી હતી: અમદાવાદ કોતરપુર વોટર વર્કસ પાસે વર્ષ ૨૦૦૪માં ઈશરત જહાં અને તેના સાથીઓના થયેલા એન્કાઉન્ટર બાદ પકડાયેલા ગુજરાત પોલીસના અધિકારીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટમાં પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારા અને ડીવાયએસપી એન.કે અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખી હતી. કેસ ચાલ્યો તે સમયે રાજ્ય સરકારે કોર્ટમાં ડીજી વણઝારા અને એન કે અમીન સામે કેસ ચલાવવા મંજૂરી આપી ન હતી. આ પહેલા કોર્ટે બન્ને અધિકારીઓને કેસમાંથી મુક્ત કરવાની માગ કરતી અરજી ફગાવી સીબીઆઈને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું કે, શું તે બન્ને પૂર્વ પોલીસ અધિકારી સામે કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની અનુમતિ ઈચ્છે છે? ત્યાર બાદ સીબીઆઈએ ડી.જી. વણઝારા અને એન.કે.અમિન સામે કેસ ચલાવવા માટે મંજૂરી આપવા વિનંતિ કરી રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો.
શું છે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: ૧૫ જૂન ૨૦૦૪ના રોજ અમદાવાદના કોતરપુર વોટર વર્કસ નજીક મુંબઈની ૧૯ વર્ષની ઈશરત જહાં અને તેના સાથીઓ જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ, અમજદ અલી ઉર્ફે રાજકુમાર,અકબર અલી રાણા અને જીશાન જોહર અબ્દુલ ગનીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું હતું કે ઈશરત આંતકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી.આ કેસમાં ગુજરાતના ટોચના અધિકારીઓને જેલ જવું પડ્યું હતું.