જવાનોની શહીદી એળે નહીં જાય?
ચૂંટણી સભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવતા યોગીના આક્રમક સુર
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં નકસલીઓએ કરે હુમલામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતુ કે ૧૫ જવાનોની આ શહીદીના બદલો ઓછામાં ઓછા ૧૦૦ નકસલવાદીઓને ઠાર મારીને લેવાશે આ દેશના ૧૩૦ કરોડ નાગરીકો દેશના વીરજવાનો સામેના આ યુધ્ધમાં દુશ્મનો કયારેય ફાવવા નહ દેવાય તેમ યોગીએ એક ચૂંટણી સભામાં જણાવ્યું હતુ.
પંદર જવાનોના બલીદાન સામે ઓછામાં ઓછા ૧૦૦ નકસલીઓને મારીને લેવો મહારાષ્ટ્રના ગઢ ચિરોલી જીલ્લામાં નકસલીઓએ કરેલા બોમ્બ ધડાકામાં ૧૫ જવાનો સહિત ૧૬ના મૃત્યુ નપજયા હતા. નકસલીઓ દ્વારા આઈડી બ્લાસ્ટ કરીને સુરક્ષાદળોના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
નકસલીઓના આ હુમલામાં કવીક રીસ્પોન્સ ટીમ (કયુઆરટી) ગઢ ચિરોલી પોલીસના જવાનો હતા જે પોતાની ફરજ ઉપર નૈતાન હતા નકસલીઓએ રોડ કોન્ટ્રાકટરના ૨૫ વાહનો પર કબ્જો કરવાની પેરવી સામે સામે સુરક્ષા દળોએ હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન આ ઘટના બની હતી ઉતરપ્રદેશના મુખયમંત્રી આદિત્યનાથે જવાનોની શહીદીનો બદલો ૧૦૦ નકસલીઓને ઠાર મારીને લેવાશે.