તબીબી ક્ષેત્રે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં ડ્રોને સર્જી નવી ક્રાંતિ
૨૧મી સદીમાં અનેકવિધ શોધો થતી જોવા મળે છે જેનો લાભ વિશ્ર્વમાં વસતા દરેક લોકો પણ લઈ શકે છે ત્યારે અમુક એવી પણ શોધ અને આવિસ્કારો થતાં જોવા મળે છે જે ખુબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સાબિત થતા હોય એવી જ એક ઘટના જેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે કિડનીની ડિલીવરી ડ્રોન દ્વારા કરવામાં આવી હતી. આ ડિલીવરી એરોક્ષ અને મેરીરેન્ટ યુનિવર્સિટીનાં સંયુકત ઉપક્રમે યોજાઈ હતી જેમાં ડ્રોન દ્વારા કિડનીને ૨.૬ માઈલ સુધી અવકાશમાં ઉડાડી નિયત સ્થાન પર મુકવામાં આવી હતી. વિશ્ર્વમાં સૌપ્રથમ વખત ડ્રોનની મદદથી કિડનીની ડિલીવરી કરવામાં આવી હતી જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે એક મોટી ક્રાંતી માનવામાં આવે છે.
ડ્રોન દ્વારા કિડની વહેલી સવારનાં ૧ વાગ્યે અવકાશમાં ઉડાન ભરી હતી અને તે કિડની દર્દીનાં શરીરમાં ૫ વાગ્યે ટ્રાન્સ પ્લાન્ટ પણ કરવામાં આવી હતી ત્યારે મેડિકલ અને એવીએશન ક્ષેત્રે આ જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેનાથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે એક નવી જ ક્રાંતીનું સર્જન થશે અને આવનારા સમયમાં તમામ રાષ્ટ્રો આ અંગેની નોંધ પણ લેશે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે અનેકગણો સમય ખવાઈ જતો હતો જેથી દર્દીને અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડતો હતો પરંતુ તે હવે નહિવત થઈ જશે તો પણ નવાઈ નહીં ત્યારે કોઈપણ સેન્સેટીવ મેડિકલ ડિલીવરી માટે ટ્રાવેલ ટાઈમમાં ઘટાડો થતો હોવાથી જે સમસ્યા પહેલાનાં સમયમાં ઉદભવિત થતી હતી તે હવે નહીં થાય.