ગુજરાત સ્થાપના દિન નિમીતે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સર્વે સિન્ડિકેટ સભ્યો, ડીન-અધરધેન ડીન, ભવનના વડા સહિત કોલેજના પ્રિન્સીપાલ હાજર રહ્યા હતા
૧ મે ના ગુજરાત સ્થાપના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ પ્રકલ્પ જાહેર કરાયા છે. મોટીવેશનલ સ્પીકર્સની સ્પીચ પણ યોજાશે અને સૌથી વધુ મહત્વનું એ કે કોલેજીયનોને વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન પણ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટહોલ ખાતે ૫ પ્રકલ્પ જાહેર કરાયા હતા જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સર્વે સિન્ડિકેટ સભ્યો, ડીન-અધરધેન ડીન, ભવનના વડા સહિત કોલેજના પ્રિન્સીપાલ હાજર રહ્યા હતા.
ભૌતિકશાસ્ત્ર ભવન અને નેનો સાયન્સ ભવનના ડો. દેવિત ધ્રુવ, ડો. કેવલ ગદાણી, કૃણાલસિંહ રાઠોડ, વિપુલ શ્રીમાળી, હેતલ બોરીચા, સપના સોલંકી, ખુશાલ સગપરીયા, ભાર્ગવ રાજ્યગુરુ, અલ્પા જણકાટ, મનન ગલ, ભાગ્યશ્રી ઉદે્શી, વિશાલ વડગામા, હાર્દિક ગોહીલ, ડી.કે. ચુડાસમા, હિમાંશુ દધીચ અને અજય વૈશ્નાની જેવા યુવા સંશોધક અને પ્રો. નિકેશ શાહ, ડો. પિયુષ સોલંકી, ડો. ધીરેન પંડયા, ડો. રૂપલ ત્રિવેદી, ડો. અશ્વિની જોષી જેવા નિપુણ સંશોધકોની સખત મહેનત અને પરિણામ સ્વરૂપ રાજ્યનો ગૌરવવંતો રેકોર્ડ પ્રસ્થાપિત થઈ શક્યો છે. આ ૧૧ સંશોધકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત સ્થાપના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નુતન પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી છે. જેમાં યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં ક્લસરૂમ ટીચિંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. જ્યારે મોરલ વેલ્યુઝ એટલે કે કોલેજીયનો નૈતિક મૂલ્યોને અનુસરે તે માટે મોટીવેશનલ સ્પીકર્સની સ્પીચ યોજાશે.
જેમાં કથાકાર મોરારી બાપુ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જ્ઞાનવત્સલ સ્વામી, સંદીપ મહેશ્વરી અને ડો. વિવેક બિંદ્રાનું ખાસ વ્યાખ્યાન યોજાશે. જેમાં યુનિવર્સિટી ભવન ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાશે. સાથે જ વર્ષમાં બે વખત સ્પોર્ટસ એક્ટિવિટી થશે. જે અંતર્ગત રમત – ગમતની આંતર કોલેજ ૩૨ સ્પર્ધા યોજાશે. પ્લાસ્ટિક ફ્રી કેમ્પસનો પ્રકલ્પ પણ સામેલ છે. જેમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના કેમ્પસ પર પ્લાસ્ટિકનો કચરો જમા ન થાય તેની ખાસ તકેદારી રખાશે અને તેના માટે વિદ્યાર્થીઓને જાગૃતિ આપવા ઉપરાંત તેમની પાસે અનુકરણ પણ કરાવવામાં આવશે. હાલ કોલેજીયનો પાન – ફાકીના વ્યસની છે ત્યારે વ્યસનમુક્તિ માટેનો એક પ્રકલ્પ પણ જાહેર થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડિકેટ સભ્ય ડો.નેહલ શુક્લ, ડો. ગિરીશ ભિમાણી, ડો.ભાવિન કોઠારી ડો. ભરત રામાનુજ અને ડો. પ્રવીણસિંહ ચૌહાણ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. કોલેજીયનોને વ્યસનમુક્તિનો સંદેશો આપતા પહેલા સત્તાધીશોની સાથે સિન્ડિકેટ – સેનેટ સભ્યો પણ વ્યસનમુક્તિના શપથ આજે શપથ લીધા હતા.