ભવ્ય વરણાંગીમાં અનેક મહાનુભાવો-આચાર્યોની ઉપસ્થિતિ: જુદા જુદા અનેક ફલોટસ વરણાંગીની શોભા વધારી: આજે વલ્લભાખ્યાન કથાની પૂર્ણાહુતિ.
અખંડ ભૂ મંડલાચાર્ય જગદગૂ‚ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૨મો પ્રાગટય ઉત્સવ ખૂબજ ભકિતભાવ પૂર્વક તેમજ જીવદયા તેમજ જીવસેવાના અનેક આયોજન દ્વારા સંપન્ન થયો હતો. અનેક હવેલીઓ તેમજ વૈષ્ણવાચાર્યોના મંદિરોમાં સવારથી રાત્રી સુધી અનેક ભકિતસભર કાર્યક્રમો થયા. સર્વોતમ સ્તોત્ર યમુનાષ્ટકના પાઠોનું ઠેર ઠેર આયોજન થયું હતુ શહેરની ૨૫ જેટલી ગૌશાળામાં સાત સ્વરૂપ હવેલી, પરાબજાર ખાતે સેંકડો ભાઈ બહેનોએ આશરે ૩૦૦૦ કિલો લાડુ બનાવી જુદી જુદી ગૌશાળામાં પહોચાડેલ તેમજ આશરે દોઢ લાખ કિલો લીલો સુકો ઘાસચારો ગૌશાળા પાંજરાપોળોની ગૌમાતાઓને પહોચાડેલ હતો.
આ ઉપરાંત જુદી જુદી સરકારી હોસ્પિટલો અને જનાના હોસ્પિટલની પ્રસુતા બેનોને શુધ્ધ ઘીનો શીરો ફૂટ-દૂધ, બીસ્કીટ વિગેરની સેવા અક્ષતભાઈ અને રાજેન્દ્રભાઈ ગોયલ તરફથી તથા વૃધ્ધાશ્રમો અંધ, અપંગ, અને મંદબુધ્ધિ બાળ ગૃહો, ભિક્ષુક ગૃહ, મધર ટરેસા બાળગૃહ સહિતની સંસ્થાઓનાં આશ્રિતોને ફળ ફૂટ બિસ્કીટસ ફરાળી ચેવડો પેંડા સહિતની સામગ્રીઓ પંકજભાઈ કોટક મેવાબાપા વસાણી પરિવાર તરફથી અને વૃધ્ધાશ્રમો અંધ અપંગ ગૃહો તેમજ મંદબુધ્ધિના ગૃહોમાં આઈસ્ક્રીમ કિશોરભાઈ પરિવાર મુકુંદભાઈ સોની તેમજ રમેશભાઈ ઠકરાર તરફથી તેમજ રૈયાધાર પાસે તેમજ ગાંધીગ્રામ જેવા પછાત ગરીબ વિસ્તારના ૨૫૦૦થી વધુ બાળકોને રસપુરી ઢોકળા કઢી પુલાવ સહિતનું સ્વાદિષ્ટ ભોજન દિલીપભાઈ સોમૈયા પરિવાર તરફથી કરાવવામાં આવેલ.
બાલકૃષ્ણલાલજી હવેલી દરબારગઢથી વાજતે ગાજતે કિર્તનકારો સાથે વરણાંગી હવેલીએ દરબારગઢ સુધી પહોચેલ હતી ત્યાંથી મહાપ્રભુજીના ચિત્રને સુખપાલમાં પધરાવી મેટાડોરમાં લક્ષ્મીવાડી હવેલીએ પહોચેલ જયાંથી હજારો વૈષ્ણવોએ વલ્લભના જયઘોષ સાથે વરણાંગીનો દોર આગળ વધારે રાત્રે કથા સ્થળ જલજીત હોલ પાસે પહોચી સભાના રૂપમાં પરિવર્તીત થઈ ગયેલ જયાં ઉપસ્થિત વૈષ્ણવાચાર્યો પૂ.પા.ગો. વ્રજેશકુમારજી મહારાજ તથા સૌ આચાર્ય ચરણોએ સ્વાગત કરેલ. ત્યારબાદ ધર્મસભામાં પૂ.પા.ગો. રમણેશકુમારજી મહોદય (રોયલ પાર્ક) પૂ.પા.ગો. પુ‚ષોતમલાલજી મહારાજ (રસકુંજ હવેલી) પૂ.પા.ગો. અનિ‚ધ્ધલાલજી મહોદય લક્ષ્મીવાડી હવેલી તેમજ પૂ.પા.ગો. વ્રજેશકુમારજી મારાજે વચનામૃતનું પાન કરાવેલ.
વલ્લભાખ્યાન કથાના ચોથા દિવસે દિપશીખા વહુજીએ મધુર કંઠે શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. વરણાંગીને સફળ બનાવવા માટે વિનુભાઈ ડેલાવાળા દિલીપભાઈ સોમૈયાલ જયંતિભાઈ નગદીયા, જેરામભાઈ વાડોલીયા, રમેશભાઈ ઠકકર, ચંદુમામા મિતલ ખેતાણી, ગોવિંદભાઈ દાવડા હિતેશભાઈ રાજપરા જીતેશભાઈ રાણપરા, સુખલાલભાઈ માંડલીયા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ ફીચડીયા, નવીનભાઈ ચંદે પ્રવિણભાઈ પાટડીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.