છેલ્લા ચાર વર્ષથી જોઇન્ટ ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ તરીકે રાજકોટમાં ફરજ બજાવતા સુવિધ શાહની સુરત ખાતે બદલી તેમજ વાણિજય મંત્રાલયના અભિષેક શર્માની નિમણુંક
છેલ્લા ચાર વર્ષથી રાજકોટ ખાતે જોઇન્ટ ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ તરીકે ફરજ બજાવતા સુવિધકુમાર શાહની પ્રમોશન શાહની પ્રમોશન સાથે સુરત ખાતે બદલી થતા અને વાણીજય મંત્રાલયમાં સેવા આપી રહેલ અભિષેક શર્માની રાજકોટ ખાતે જોઇન્ટ ડાયરેકટર તરીકે નિમણુંક થતા તેઓને સત્કારવાનો કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલ.
ચાર વર્ષ અગાઉ જયારે સુવિધ શાહની રાજકોટ ખાતે નિમણુંક થયેલ ત્યારે રાજકોટ ડી.જી.એફ.ટી. ની કચેરીમાં નિકાસકારોને આપવામાં આવતા જુદા જુદા પ્રકારના પ્રોત્સાહનો અંગેની હજારો અરજીઓની ફાઇલોના ઢગલા ખડકાયેલા પડયા હતા. અને એક યા બીજા કારણે ખોટી ઇન્કવાયરીઓ દર્શાવી પડતર રાખવામાં આવતી. જે સુવિધ શાહની નિમણુંક થતા પડતર રહેલ ફાઇલોના નિકાસ અર્થે હકારાત્મક અભિગમ અપનાવી સર્વે ફાઇલો અને અરજીઓનો નિકાસ તાત્કાલીક કરવામાં આવેલ.
સુવિધ શાહ ખુબ જ યુવાન અધિકારી અને હકારાત્મક વલણ ધરાવતા અધિકારીની સમગ્ર ભારતમાં છાપ ધરાવે છે. અને જયાં પણ પડતર કેસોનો ભરાવો થયેલ હોય, ત્યાં તેઓની નિમણુંક કરી વેપારીઓને સરળતા પૂર્વક કામગીરી કરી આપવામાં માહેર રહેલ છે.
આ જ પ્રકારે સુવિધ શાહની જગ્યા પર આવેલ નવનિયુકત અધિકારી અભિષેક શર્મા મીનીસ્ટ્રી ઓફ કોમર્સમાં ઘણા જ સમયથી કાર્ય કરી રહેલ હતા. અને તેઓ પણ ખુબ જ ત્વરીત નિર્ણય લેવા અને સરકારની નિકાસનીતીનો હકારાત્મક અર્થઘટન કરી વેપાર ઉઘોગના વિકાસમાં કાર્ય કરવાનો અભિગમ ધરાવે છે. તેઓ યુવ અને ઉત્સાહી અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
તેઓનું આ તકે સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે ઉ૫સ્થિત પેટ્રીયાર સ્યુટસના ચેરમેન અને રાજકોટ નાગરીક સહકારી બેન્કના ભૂતપૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણીયાર ખાસ ઉ૫સ્થિત રહેલ અને તેઓએ જણાવેલ કે આવા યુવાન અને ધર્મમય જીવન જીવતા અધિકારીઓ રાજકોટને મળેલ છે તેથી રાજકોટને વિકાસ ખુબ જ ઝડપથી આગળ વધી રહેલ છે.
આ પ્રસંગે જામનગર ચેમ્બરના પ્રમુખ તુલસીભાઇ ગજેરા, દિપેન્દ્રસિંહ જાડેજા, નિલેશભાઇ જેતપરીયા, રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ ટીલાળા, વી.પી.વૈષ્ણવ, પાર્થભાઇ ગણાત્રા, પરેશભાઇ વસાણી, ગણેશભાઇ ઠુંમર વગેરે ઉ૫સ્થિત રહેલ તેમજ શહેરના આગેવાન નિકાસકારો હરીશભાઇ લાખાાણી, ચિરાગભાઇ પાણ, ચંદુભાઇ સંતોકી, મૌલેશભાઇ ઉકાણી, સુરેશભાઇ નંદવાણા, પ્રશાંતભાઇ પરસાણા તેમજ અન્ય મહાનુભાવો ઉ૫સ્થિત રહેલ. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સર્વે પદાધિકારી તથા ડાયરેકટરો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ગ્રેટર રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી તથા આભારવિધી મયુરભાઇ શાહ દ્વારા કરવામાં આવેલ.