ગુજરાત સ્થાપના દિનની
ગુજરાત રાજયની બૃહદ મુંબઈમાંથી જુદું પાડવા માટે મહાગુજરાત આંદોલન ચલાવવામાં આવેલ. મહાગુજરાત આંદોલનનાં મુખ્ય નેતાઓમાં ઈન્દુલાલ યાજ્ઞિક આગળ પડતું સ્થાન ધરાવે છે. ઈન્દુલાલને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ હતું. ગુજરાત રાજય જયારે સ્થાપિત થયું ત્યારે રાજયનું ઉદઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવેલ હતું. ગુજરાતને ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો મળેલો છે.
ગુજરાતનો સૌથી મોટો બંધ નર્મદા સરોવર છે. દુનિયાની સૌથી ઉંચામાં ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાનું આરોપણ નર્મદા બંધના કિનારે તા.૩૧/૧૦/૨૦૧૮નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. ગુજરાતની સુવર્ણ જયંતિ વર્ષ ૨૦૧૧માં મનાવવામાં આવેલ. ૧લી મે ૨૦૧૯ના ગુજરાતની સ્થાપનાને ૫૮ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતી સ્થાપનાનો હીરક જયંતી મહોત્સવ ઉજવાશે. ગુજરાત રાજય વિસ્તારની દ્રષ્ટિએ સાતમાં ક્રમે છે.
આ ૫૯માં ગુજરાત સ્થાપના દિનની મોદી સ્કુલનાં બાળકો અને શિક્ષકો દ્વારા ભવ્યતા સભર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સૌપ્રથમમ ગુજરાતનાં નકશામાં રાષ્ટ્રચિન્હો વિશેની માહિતી આપતો સંદેશો સુંદર રંગોળી દોરી તેમાં સુંદર મજાના રંગો પુરીને દર્શાવવામાં આવેલ હતા. સમર કેમ્પનાં બાળકો વચ્ચે ગુજરાત રાજયને અનુ‚પ પ્રશ્ર્નોતરી (કવીઝ)નું આયોજન કરવામાં આવશે. સ્કુલમાં બાળકો ગુજરાતના પારંપરિક પોષાક પહેરીને આવશે. આ કવીઝમાં જે વિદ્યાર્થી નંબર પ્રાપ્ત કરશે તેને ગીફટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ રીતે મોદી સ્કુલ પરિવાર તરફથી ગુજરાત સ્થાપના દિનની પૂર્વ દિનએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી શાળાના પ્રાંગણમાં દર્શાવવામાં આવી હતી.