મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈકાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડકઅજયભાઈ પરમારએ આજ ૧ લી મે ગુજરાત સ્થાપના દિન નિમિતે શહેરના નગરજનોને શુભેચ્છા પાઠવેલ છે.
૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની અલગ રચના કરવામાં આવી અને ગાંધીનગર શહેરનેતેનું પાટનગર બનાવવામાં આવેલ. ગુજરાત રાજ્યે સત્તાના વિકેન્દ્રીકરણનો સિધ્ધાંત સ્વીકારી જીલ્લા,તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સતાઓ આપવામાં આવેલ. ૨૦૦૨થી રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીએરાજ્યનું સુકાન સંભાળી, રાજ્યનો વિકાસ કરી, ગુજરાતને વિશ્વ કક્ષાએ એક આગવું સ્થાન અપાવેલ અનેતેમની કાર્યપધ્ધતિ અને સિધ્ધાંત અનુસાર હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજ્યની
વિકાસયાત્રા આગળ વધારેલ છે.ભારત દેશના વિકાસમાં ગુજરાત વિકાસના ગ્રોથ એન્જીન તરીકે ઉપસી આવેલ. રાજકોટ શહેરનાવિકાસ માટે જેમ કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, રોડ-રસ્તા,ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજનાઓ વિગેરે માટે રાજ્ય સરકાર તરફથી આર્થિક સહયોગમળતો રહ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટ શહેરની પાણીની સમસ્યા ખુબ જ હતી.
આ સમસ્યાને ભૂતકાળ બનાવવા . મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સૌની યોજના હેઠળશહેરના આજી-૧ એક ડેમને નર્મદા સાથે જોડવામાં આવેલ છે. રાજ્ય સરકાર તેમજ રાજકોટ શહેરહજુ પણ વિકાસ ક્ષેત્રે અનેક શિખરો સર કરે તેવી શુભકામના સાથે ફરીને રાજકોટ શહેરના નગરજનોનેસ્થાપના દિન પ્રસંગે શુભેચ્છા પાઠવવામાં આવે છે.