આકરી ગરમીમાં બાળકોએ પાણીમાં ધૂબાકા મારી મોજ-મસ્તી કરી
સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા તેના બાળ સભ્યો માટે સમયાંતરે મનોરંજક તેમજ જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનાં ભાગરૂપે ચિલ્ડ્રન કલબનાં બાળ સભ્યો માટે વોટર પાર્ક પીકનું આયોજન કરાયું હતું. જેમાં ક્રિષ્ના વોટર પાર્ક ખાતે બાળકોએ પાણીમાં ધૂબાકા મારી મોજ-મસ્તી કરી હતી.
આ અંગે સરગમ ચિલ્ડ્રન કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, હાલ આકરી ગરમી પડી રહી છે ત્યારે બાળકો માટે કુવાડવા પાસે આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં પીકનીકનું આયોજન કરાયું હતું. જેમાં સરગમ ચિલ્ડ્રન કલબનાં ૩૦૦૦થી વધુ બાળકોએ વોટર પાર્કની વિવિધ રાઈડસની મજા માણી હતી અને પાણીમાં ધૂબાકા મારી ઠંડક મેળવી મોજ-મસ્તી કરી હતી. આ પીકનીક માટે ક્રિષ્ના વોટર પાર્કનાં હરિભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ સરગમ ચિલ્ડ્રન કલબનાં પ્રમુખ જયશ્રીબેન રાવલ, મંત્રી અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, છાયાબેન દવે, વિપુલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલિયા સહિતના કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.