ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. 8 ઓગષ્ટ 1956ના રોજ મહાગુજરાત આંદોલનનો પાયો નખાયો હતો. 8 ઓગષ્ટથી 2 ઓક્ટો.1956 મહાગુજરાત આંદોલનનો બીજો તબક્કો ગણવામાં આવે છે. આજના ગુજરાતનો પાયો પણ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે નાંખ્યો હતો.
આ સિવાય 1 મે 1961ના રોજ ગુજરાતી ભાષી રાજ્ય ગુજરાતની સ્થાપના થઈ હતી. તે વખતે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા હતા. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સત્ય છે કે, તેમને લીમડાના ઝાડ નીચે ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળે શપથ લીધા હતા. સાબરમતી આશ્રમમાં શપથ સમારોહનું આયોજન થયુ હતુ.