સુરતની સેશન્સ કોર્ટે સજા ફટકારી
ભારતની અને ખાસ કરીને ગુજરાતની ભાવુક પ્રજા ધર્મ અને આઘ્યાત્મિક વિશ્ર્વાસ પર આંખો બંધ કરીને શ્રઘ્ધા ધરાવનારી પ્રજા છે. ભગવાન અને જીવતા જાગતા સંતો-મહંતોથી લઇ ગુરુઓને પ્રાણથી પણ પ્રિય કરીને રાખનારી પ્રજાને કયારેય કયારેક કહેવાતા કંલીકીત ધર્મોત્સાઓની કુકર્મ લીલી આઘાતમાં ગરકાવ કરી દે છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા આશારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પર આશ્રમની શિષ્યાઓ અને સાઘ્વીઓ ઉપર દુષ્કર્મ આચરવાના થયેલા કેસમાં ગઇકાલે સુરતની સેસન્સ કોર્ટે આશારામના પુત્ર નારાયણ સાંઇને સાઘ્વી પર દુષ્કર્મ આચરવાના કેસમાં આજીવન કેદની સજા ફટકાર તો હુકમ કર્યો છે. આ અગાઉ નારાયણ સાંઇ પિતા અને પોતાને સંત કહેડાવનું આશારામે પણ જોધપુર કોર્ટે એપ્રિલ-૨૦૧૮ માં પોતાની શિષ્યા પર જ દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.
દેશના ઇતિહાસમાં કોઇ સંત પિતા-પુત્રને એક સાથે સજા થઇ હોય તેવા આ પ્રથમ બનાવ છે. નારાયણ સાંઇને બળાત્કાર કેસમાં આજીવન કેદ ઉપરાંત એક લાખનો દંડ અને પાંચ લાખ ‚પિયા પીડીતાને ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા જમના ઉર્ફે ભાવના અને કૌશલ ઉર્ફે હનુમાનને બળાત્કાર અને સલગ્ન ગંભીર અપરાધમાં મદદરુપ થવા બદલ ગંભીર સજા અને પાંચમાં આરોપી તરીકે રમેશ મલહોત્રાને ૬ મહિનાની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સાહેદોને કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સરકારી વકીલ પી.એમ. પરમારે આરોપીઓને આજીવન કારાવાસની સજાની માંગણી કરી હતી. જેને કોર્ટ ગ્રાહય રાખી હતી.
નારાયણ સાંઇ અને તેના સાગરીકો સામે ૨૦/૩ માં સુરતના જહાંગીરપુર પોલીસ મથકમાં મહિલાઓ ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ તેની મોટી બહેને આશારામ સામે આજ દિવસે બળાત્કાર અને દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આશારામ સામેનો બળાત્કાર કેસ અમદાવાદ કોર્ટમાંથી ફેરવવામાં આવ્યો હતો. જયારે અમદાવાદ આશ્રમમાં પણ બળાત્કારની ઘટના નોંધાઇ હતી.
ગુજરાતના ઇતિહાસમાં કોઇ ધર્મગુરુ પિતા-પુત્રને એક સાથે સજા થઇ હોય તેવો આ પ્રથમ બનાવનો ઇતિહાસ નોંધાયો છે. નારાયણ સાંઇ સાથે તેના ત્રણ મદદગારોને પણ આકરી સજા મેળવનારા જાહેર થયા છે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય સ્થિતિમાંથી આઘ્યિાત્મીક ગુરુ અને પોતાને ભગવાન ગણાવનારા આશારામ જીવનના ટુંકાગાળામાં જ વિશાળ સંખ્યામાં અનુયાયીઓ અને અઢળક સંપતિ મેળવી હતી પણ ચરિત્ર દોષ ના કારણે આંખુ સામ્રાજય ઘ્વંજ થઇ ગયું.