શનિવારે ચૈત્ર વદ અમાસને શનિવાર આવે છે. શનિવાર, બુધવાર અને સોમવારના સાથે અમાસ તિથિ આવતા અમાસનું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે. આ વર્ષ તા. ૪ શનિવારે ચૈત્ર માસની અમાસ છે.ચૈત્ર માસ પિતૃ કાર્ય અને પિતૃના આર્શીવાદ મેળવવા માટે શાસ્ત્રોમાં ઉતમ ગણવામાં આવેલો છે.
આ મહિના દરમ્યાન સૂર્ય પોતાની ઉચ્ચ રાશીમાં રહે છે. અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી પર પાડે છે. પૌરાણીક ગ્રંથોના આધારે જોઈએ તો અમાસના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા જાય છે. આથી અમાસનું મહત્વ વધી જાય છે. આ શનિવારી અમાસના દિવસે પિતૃ શ્રાધ્ધ કરાવું તર્પણ કરાવું બ્રાહ્મણ ભોજન કરાવું ઉતમ ફળદાયક રહેશે.
આ શનિવારી અમાસના દિવસે ઉપવાસ અથવા તો એકટાણુ રહેવું સવારના વહેલા ઉઠી નિત્યકર્મકરી માતા પિતા ને વંદન કરવા ત્યારબાદ સૂર્યને અર્ધ અર્પણ કરવું પિતૃઓની છબીને ચંદનનો ચાંદલો ચોખા કરવા ત્યારબાદ પિતૃકાર્ય અથવા તર્પણ કરવું શનિવારી અમાસના દિવસે મહાદેવજીને દૂધ કાળાતલ સાકાર મિકસ કરી ચડાવું આમ કરવાથી ગ્રહપીડા દૂર થશેઅને સર્વ શુભ મનોકામના પૂર્ણ થશે.
જે લોકોને શનીની નાની મોટી પનોતી ચાલી રહી છે. તેવોએ હનુમાનજી સરસ્વનું તેલ ચડાવું સરસવના તેલનો દિવો કરવો અડદના ૧૧ દાણા ચડાવાથી તથા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પનોતીના અશુભ ફળમાંથી મૂકિત મળશે.
શનીવારી અમાસના દિવસે પીપળાનું પૂજન કરી પીપળે પાણી રેડવું પણ પિતૃઓનો મોક્ષ આપે છે.આ દિવસે ગાયોને ઘાસ નાખવું ગરીબોને દાન આપવું પણ ઉત્તમ છે. શનીવારી અમાસના દિવસે જન્મકુંડળીમાં રહેલ કાલસર્પયોગ , શ્રપિત દોષ, વિષયોગ તથા પિતૃકાર્ય કરાવું વધારે ફળદાયક ગણાય