બરોડ વકીલ મંડળના વકીલોની અપુરતી બેઠક વ્યવસ્થા સબધે છેલ્લા એક માસથી વધુ સમયથી આદોલન ચાલી રહ્યું છે ત્યારે બરોડા પોલીસ દ્વારા બરોડા વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઇ ની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવેલી જે સંદર્ભે ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના વકીલ મંડળોના અલગ અલગ પ્રતિનિધિઓ દ્વારા ગત તા. ર૦ એપ્રિલે એક મીટીંગનું આયોજન બરોડા મુકામે રાખવામાં આવેલું હતું જેમાં તમામ વકીલ મંડળોના પ્રતિનિધિઓએ આપેલી સુચના મુજબ તા. ૩૦ એપ્રીલે મંગળવારે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું નકકી કરવામાં આવ્યું હતું.
બરોડા વકીલ મંડળની જે લડત છે તે વકીલ આલમની એકતાનુ પ્રતિક છે આ સમગ્ર લડત વકીલોના માન સન્માન બાબતની લડત ગણાવી રાજકોટ બાર એસો.ને સરકયુલર ઠરાવ કરી આ લડત વકીલ હીત ને અનુલક્ષીને હોય તેના ટેકામાં રાજકોટ બાર એસો. દ્વારા એક દિવસીય કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું (અરજન્ટ મેટર સિવાય) કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.
બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણ, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશીતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપ્યું છે.