શહેરનાં હોસ્પિટલ ચોક બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ઈ.વી.એમ. મશીનથી થતી ચૂંટણીનાં વિરોધમાં જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતુ બેલેટ પેપરથી થતી ચૂંટણીનું મતદાન જ સાચુ છે. અને ઈવીએમ મશીનમાં છેડછાડ કરી જેતે પાર્ટી પોતાના મતમાં વધારો કરે છે તેના વિરોધમાં આ જેલભરો આંદોલન કરવામાં આવેલ હતુ. આંદોલનકારીઓએ ચૂંટણી પૂર્વ તેઓઆ આંદોલન કર્યું છે ને હજુ આગામી ૧૫મીમેના પાછુ જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેમજ બધા રાજયોની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
તમામ દેશોમાં બેલેટ પેપરથી થતી જ ચૂંટણી ગ્રાહ્ય છે: નરેશ પરમાર
પ્રભારી બહુજન ક્રાંતી મોરચા ગુજરાત રાજયના નરેશભાઈ પરમાર દ્વારા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ આંદોલન કાર્યક્રમ તેમણે ઈવીએમના વિરોધ આયોજન કરેલ છે. તેમા દેશના ૫૫૦ જિલ્લા અને ૫૦૦૦ તાલુકા દરેક બ્લોકમાં કમિશ્નરી એરિયામાં આ કાર્યક્રમ કરવામાં આવશે.
ઈવીએમ ૧૨૦ દેશની અંદર તમામ જગ્યાએ બંને છે અને જાપાનઆનું પ્રોડકશન કરે છે. છતા જાપાન આનો ઉપયોગ કરતું નથી ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. દુનિયાનાં તમામ દેશોમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. અને તેજ ચૂંટણી દેશમાં ગ્રાહ્ય છે. લોકશાહી અને લોકતંત્ર બચાવવા એક જ હથીયાર છે. બેલેટ પેપર છે ઈવીએમમાં ગડબડી થાય છે તે યોગ્ય નથી તેથી તેઓએ વિરોધ નોંધાવ્યો છે અને આંદોલન કર્યું છે. અને ઈવીએમ મશીનના વિરોધમાં જેલ ભરો આંદોલન કરવામાં આવેલ છે. ૧૫ મેપણ તેઓ દ્વારા જેલ ભરો આંદોલન કરવામાં આવશે.