એલસીબી પોલીસે બંને આરોપીનાં ૪ દિવસના રીમાન્ડ મેળવ્યા
જામનગર તાલુકાના જીવાપર શ્રી સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળીનાં પ્રમુખ તથા મંત્રીની બેન્કમાં નાણાકીય કૌભાંડ આચરવાના ગુનામાં ધરપકડ કરી ૪ દિવસની રીમાન્ડ જામનગર એલસીબી પોલીસે મેળવ્યા છે. ફરિયાદી ભીમજીભાઈ રણમલભાઈ પરમાર રહે.જીવાપર તા.જી.જામનગરવાળાએ જાહેર કરેલ ફરિયાદમાં સને-૨૦૦૮ થી ૨૦૧૩ના સમયગાળા દરમ્યાન જીવાપર શ્રી સ્વાશ્રય કૃષિ સેવા સહકારી મંડળીમાં આરોપીઓ પ્રાગજીભાઈ વેલજીભાઈ પરમાર-પ્રમુખ, વાલજીભાઈ વશરામભાઈ પરમાર-મંત્રી જેઓ મંડળીમાં સુવ્યવસ્થિત પૂર્વઆયોજીત કાવત્રુ રચી, મંડળીમાં અલગ-અલગ ખેડુતોના ખેતીની જમીનના કોઈપણ રીતે ખોટા ડોકયુમેન્ટ બનાવી, ફોટાઓ મેળવી, શાખપત્રમાં છેડછાડ કરી, ૧૬ ખેડુતના ખોટા એકાઉન્ટ ખોલી આશરે રૂ.૧,૪૭,૮૨,૧૨૫/-નું કૌભાંડ આચરેલની ફરિયાદ થયેલ તપાસ દરમ્યાન આ આરોપીઓએ આશરે ૧૫ કરોડથી વધુ પ્રમાણમાં નાણાકીય હેરાફેરી કરી, કૌભાંડ આચરેલ હોવાનું ખુલવા પામેલ હતું.
મજકુર આરોપીઓ પ્રાગજીભાઈ વેલજીભાઈ પરમાર-પ્રમુખ જેઓ ધી જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક લીમીટેડના ડાયરેકટર તરીકે હતા. વાલજીભાઈ વશરામભાઈ પરમાર-મંત્રી વાળાઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવતા તપાસનીસ અધિકારી કે.કે.ગોહીલએ બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રીમાન્ડ અરજી સાથે હાજર રહી દલિત કરતા મજકુર બન્ને આરોપીના તા.૨/૫/૨૦૧૯ના દિન-૦૫ની રીમાન્ડ મંજુર કરવામાં આવેલ હતા.