સુરેન્દ્રનગર મીના બજાર પાસે જાહેર રસ્તા પર એક શખ્સ મોબાઇલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો કરી તેને ઝડપી લીધો હતો. જેની પાસેથી મોબાઇલ તેમજ રોકડ રકમ સહીત કુલ રૂપિયા 11,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં મુંબઇના એક શખ્સનું પણ નામ ખુલતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર મીનાબજાર પાસે આવેલા પાનના ગલ્લાની બાજુમાં એક શખ્સ જાહેરમાં મોબાઇલ ફોન વડે મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમીના આધરે એલસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં 80 ફુટ રોડ પર આવેલા કમલ મંદિર 2 પાસે રહેતા વિશાલ મહેન્દ્રભાઇ બગડીયાને મોબાઇલ ફોનમાં સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.
પોલીસે વિશાલ બગડીયા પાસેથી રોકડા રૂપિયા 8,800 એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 3 હજાર તથા સટ્ટો રમવાના સાહીત્ય સહીત કુલ રૂપિયા 11,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની વધુ પુછપરછમાં મુંબઇ કાંદીવલી વેસ્ટમાં રહેતા વૈભવ અન્ના ઉર્ફે શેટ્ટી નામના શખ્સ પાસેથી રૂપિયા 2 લાખની ક્રેડીટ મેળવી ઓનલાઇન આઇ ડી પાસવર્ડ મેળવી સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.