રાજકોટ સીટી, વાંકાનેર, જસદણ, કુડાવડાવ રોડ ઉપર કરાઇ કાર્યવાહી: કુલ ૧.૨૦ લાખના દંડની વસુલાત
રાજકોટ એસ.ટી. ની વિજીલન્સ પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર દ્વારા સંયુકત રીતે સમયાંતરે સી.ઓ. ચેકીંગ હાથ ધરવામાં આવે છે. અને ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા તેમજ પરમીટનો ભંગ કરતા ખાનગી વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આવી જ એક સંયુકત કાર્યવાહી ગત ગુરુ-શુક્ર અને શનિવારના રોજ એસ.ટી.ની વિજીલન્સ સ્થાનીક આર.ટી.ઓ. અને પોલીસ ની સંયુકત ટીમો દ્વારા રાજકોટ સીટી, વાંકાનેર, જસદણ અને કુવાડવા રોડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ હતી.
આ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા અને પરમીટનો ભંગ કરતાં ૧૧૦ ખાનગી વાહનોને ડીટેઇન કરી લેવાયા હતા. જે ખાનગી વાહનો ડિટેઇન કરાયા હતા તેમાં ઇકો, લકઝરી બસો, મીની બસો, તુફાન અન અર્ટીગા કાર સહીતના ખાનગી વાહનોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એસ.ટી. અને આર.ટી.ઓ. દ્વારા ગઇકાલે કુવાડવા રોડ, વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. અને ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા ૧૦ ખાનગી વાહનો સામે કેસ કરી અને રૂ ૯૩ હજાર ના દંડની વસુલાત કરાઇ હતી. આ ચેકીંગ કાર્યવાહી અમદાવાદ એસ.ટી. વિજીલન્સના પી.કે.ગઢવી અને રાજકોટ વીજી. ના પી.સી.રાણા, એ કરી હતી.આ ચેકીંગ હજુ આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું એસ.ટી.ના સૂત્રો જણાવી રહ્યા છે.