એલસીબી દરોડો પાડી નાગરાજ ફાર્મમાંથી કાર અને હથિયાર સાથે રૂ.૩.૩૧ લાખનો મુદામાલ કબ્જો: રેતીની લીઝ રાખવા બાબતે ચાલતી અદાલત અને જમીનના પ્રશ્ર્ને ચાલતી માથાકુટથી હથિયાર રાખ્યાની કેફીયત
રાજકોટ જીલ્લા પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ભોળા ગામમાંથી એક શખ્સને ઓટોમેટીક પિસ્તોલ નં.ર અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સને અગાઉની રેતીની લીઝ રાખવા તેમજ કુટુંબમાં ઝઘડો ચાલતો હોવાથી ગેરકાયદેસર હથિયાર રાખ્યા હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ રુરલ એલસીબી બાતમી મળતા સ્ટાફે પાટણવાવ નજીક ભોળા ગામે સરકારી નર્સરી પાછળ નાગરાજ ફાર્મ હાઉસમાં ત્રાટકી હતી.
લખુભા બધાભાઇ કટારાને ઓટોમેટીક અને દેશી બનાવટની બે પિસ્તોલ, બન્ને પિસ્તોલના કાર્તૂસ મોબાઇલ અને સ્કોર્પીયો મળી રૂ. ૩.૩૧ લાખ ના મુદામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પોલીસ તપાસમાં હથિયાર સાથે ઝડપાયેલા લખુભાઇને અગાઉ રેતીની લીઝ રાખવા બાબતે અવાર નવાર ઝઘડા થતાં હોય તેમજ પોતાના કૌટુંબિક ભાઇઓ સાથે જમીન-મકાનનું મનદુ:ખ ચાલતું હોવાથી આ ઉપરાંત શેઢા તકરાર ચાલતી હોવાથી તેમણે આ બે પિસ્તોલ અને કારતૂસ રાખ્યા હતા. જયારે આ શખ્સ વિરુઘ્ધ પાટણલાલ અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.