બંગાળની ખાડીમાં ઉદ્ભવેલુ ‘ફેની’ વાવાઝોડુ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ સાથે દક્ષિણ પૂર્વના રાજયોમાં તબાહી મચાવે તેવી આગાહી
ભારતનાં વિશાળ ભુપ્રદેશની વૈવિધ્યસભર આબોહવામાં વર્ષ દરમ્યાન કયાંકને કયાંક કુદરતી આફતો આવી રહે છે.દેશના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અગમચેતી કરતા એમએડી વિભાગે રવિવારે દેશના દક્ષિણના સાગરકાંઠાના રાજયો પર ફની વાવાઝોડાની આગામી ૨૪ કલાકની આગાહી કરવામાં આવી છે.
શ્રીલંકાની ૭૪૫ કિમી પૂર્વ દક્ષિણ તામિલનાડુ અને ચેન્નઈના દક્ષિણ પૂર્વે ૧૦૪૫ કિમી અને આંધ્રના મછલીપટ્ટનમના દક્ષિણ પૂર્વ ૧૨૩૪ કિમીએ આવેલ કેન્દ્ર બિંદુ પરથી ઉદભવેલા આ ફની વાવાઝોડાથી આગામી ૧૨ કલાકમાં ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છેઅને વાવાઝોડાની અસર ૨૪ કલાક રહેવાની પણ આગાહી કરાય છે. ફનીના કારણે કેરળના દરિયાકાંઠે ૨૯ અને ૩૦ એપ્રીલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જોકે તામિલનાડુમાં ભારે વરસાદ નહિ પણ હળવા વરસાદની સંભાવના સેવાય રહી છે. અગાઉ તામિલનાડુમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત થઈ હતી. પરંતુ તામિલનાડુનાં દરિયાકિનારેથી જ ફની વાવાઝોડુ પસાર થઈ જવાના અહેવાલથી ભારે નહિ પણ હળવા વરસાદ પડશે તેમ હવામાન અધિકારી એસ બાલચંદ્રને જણાવ્યું હતુ કે ફનીના કારણે આંધ્રપ્રદેશના ઉત્તર અને ઓરિસ્સાના દક્ષિણ દરિયા કાંઠે ભારે વરસાદ જયારે ઓરિસ્સામાં ૩જીમેએ વરસાદ પડવાની આગાહીવ્યકત થઈ છે.
ફનીની અસર હેઠળ ૩૦ થી ૪૦ કિમીથી લઈને ૫૦ કિમી પ્રતિ કલકની ઝડપે પવન ફૂંકાશે જેની અસર મન્નારના અખાત સુધી રહેશે. આ વાવાઝોડુ ૩૦મી એપ્રીલે તામિલનાડુ પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશપર ત્રાટકશે ફનીના કારણે દરિયામાં પણ ૨૯ એપ્રીલથી ૧લીમે સુધી તોફાનની પરિસ્થિતિ કરંટ અને મોજાઓમાં ઉછાળાના કારણે શ્રીલંકા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોંડિચેરીનો દરિયો ન ખેડવા માછીમારોને સુચના જાહેર કરવામાં આવી છે.
જે માછીમારો દરિયામાં દૂર સુધી ચાલ્યા ગયા હોય તેમને રાજય સરકારે સલામત રીતે દરિયાકાંઠે આવી જવા જણાવતા હવામાન વિભાગે તાકીદ કરી છે. ફનીનું આ વાવાઝોડુ ૨૪ કલાકમાં વિકરાળ‚પ ધારણ કરે એવી આગાહી કરી છે. ઉનાળુ પાકને નુકશાન કરતા આ વાવાઝોડુ જોકે તામિલનાડુથી દૂર રહેશે. વાવાઝોડા સાથે વરસાદની અસર સાથે ફની ને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.