ગાડીઓમાં થતાં અકસ્માતમાં મોટાભાગે બેક સીટ પર બેસેલા મુસાફરોના જીવનું વધુ જોખમ થર્ડ રોના મુસાફરો માટે પણ એરબેગ જેવી સુવિધાઓ અપાય તો સ્થિતિ સુધરી શકે
રોડ અકસ્માત દરમિયાન ફોર વ્હીલમાં બેઠેલા લોકો માટે સુરક્ષાને લઈ કેટલીક ગાડીઓમાં એરબેગ અને સીટ બેલ્ટ ખુબજ ઉપયોગી બનતા હોય છે પરંતુ ઘણી વખત સાવ પાછળની સીટમાં બેઠેલા લોકો માટે અકસ્માત જીવલેણ બની શકે છે. ગાડીની આગળની સીટોમાં એરબેગની સુવિધા હોય છે અને હવે બીજી રોમાં બેઠેલા લોકો માટે પણ સાઈડમાં એરબેગ ખુલે તેવી સીસ્ટમ હોય છે પરંતુ જો કોઈ ગાડીમાં ત્રણ રો હોય અને તેની પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિઓ માટે સુરક્ષાના કોઈ પ્રબંધો ન હોય તો તેમના માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
હાઈ-વે સુરક્ષા અને વીમા સંસ્થાઓના રિપોર્ટ મુજબ કારની બેક સીટ માટે સેફટી રેજીસ્ટન્ટ સીસ્ટમ હોવી ખૂબજ જ‚રી છે. એક અભ્યાસમાં સામે આવ્યું કે, આગળથી ઠોકરથી સર્જાતા અકસ્માત દરમિયાન પાછલી સીટમાં બેસનારા લોકોના વધુ મોત નિપજે છે. માટે ત્રિપલ રો ધરાવતી ગાડીઓમાં બેક સીટ માટે ઉચ્ચસ્તરીય સુરક્ષા કવચ હોવું જોઈએ.
કેટલીક વખત તો સીટ બેલ્ટ પણ જીવલેણ સાબીત થઈ જાય છે. કારણ કે, સીટ બેલ્ટની રચના ફોર્સ લીમીટર તરીકે કરવામાં આવી છે. જેથી તમારા પર કોઈ ધકકો, દબાણ કે પ્રેસર આવે તો એ સ્થિતિમાં વ્યક્તિ પડી જતો નથી તેને સીટ બેલ્ટ બચાવી રાખે છે પરંતુ કેટલીક સ્થિતિમાં સીટ બેલ્ટ ન ખુલવાથી અથવા સીટ બેલ્ટ ખુબજ ફસાઈ જતા તે અકસ્માત સર્જી શકે છે.
પહેલી સીટમાં બેસનારા લોકો માટે આ સુવિધાઓ અને ટેકનોલોજી ઉપલબ્ધ છે પરંતુ મહત્તમ અંશે થર્ડ રોમાં બેસનારા લોકોના જીવને અકસ્માતથી વધુ જોખમ રહે છે. કંપનીના સ્પોકસ પર્સન ડેવીડ હાર્કેએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સમસ્યાઓ ન સર્જાય તેના માટે વાહન નિર્માતાઓએ સમાધાન લાવવું જોઈએ તેથી બેક સીટમાં બેસેલા પેસેન્જરોના જીવનું જોખમ ઓછુ થાય.