શહેત બોધ ગાયોને ઘાસ, પક્ષીને ચણ, કીડીને કણ, નિરાશ્રીતો, ઝુંપડપટ્ટીમાં આઇસ્ક્રીમ ભોજન જેવા અનેક સેવા પ્રકલ્યો : ધર્મપ્રેમીઓ ‘અબતક’ના આંગણેરની વિવિધ સંસ્થાઓ, મંડળોનું સંયુકત આયોજન: લક્ષ્મીવાડી હવેલી ખાતેથી વાજતે ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન: ધર્મસભામાં વચનામૃ
શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રમુજીના ૫૪૨ મા પ્રાગટય ઉત્સવ નીમીતે તા.૩૦ ને મંગળવારે સાંજે ૬ લક્ષ્મીવાડી હવેલીથી શોભાયાત્રા અને ધર્મસભા યોજાશે. વૈષ્ણચાર્યોના સાનિઘ્ય સાથે શોભાયાત્રા ઉપરાંત રાત્રે ધર્મસભામાં વચનામૃત બોધ થશે. વિવિધ સેવા પ્રકલ્પો સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી ચૈત્રવદી એકાદશીને મંગળવાર એટલે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૨મો પ્રાગટય ઉત્સવ જે ભારતભરમાં અનેરી દિવ્યતા અને ભકિતભાવ સાથે મનાવવામાં આવે છે.
૧૬મી સદી ના પ્રારંભે મોગલોના સામ્રાજયવાદ અને વિધર્મીઓના અતિક્રમણવાદ સામે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા અને પાલન જયારે અસંભવ જણાંતા હતા ત્યારે દક્ષિણના તૈલંગ પ્રાંતના એક બ્રાહ્મણ પરિવારના દિવ્ય બાલકનો પ્રાદુર્ભાય અગ્નીકુંડમાથી થયો. વલ્લભ નામધારી એ બાલકે માત્ર ૧૧ વર્ષની વયમાં જ સમગ્ર વેદશાસ્ત્રો ઉ૫નિષધો અને ભાગવદજીનું અઘ્યયન દોહન કરી વિશ્ર્વને શુઘ્ઘદ્રૈત પુપ્ટિમાર્ગના પ્રવર્તન સાથે સેવા અને ભકિત દ્વારા પરબ્રહ્મ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટેનો માર્ગ સુચવ્યો જે પુષ્ટિમાર્ગ કહેવયો અને એના પ્રવર્તક વલ્લભને દુનિયા ‘મહાપ્રભુજી’ ન નામથી અજે પણ ઓળખે છે. પ્રતિવર્ષ ચૈત્રવદી એકાદશી વલ્લભપ્રભુના પ્રાગટય ઉત્સવને ઠેર ઠેર ઉમંગ અને ભાવભકિતભેર મનાવાય છે ત્યારે રાજકોટની પણ ઉત્સવની એક અનેરી પરંપરા રહી છે.
જુના શહેર સ્થિત પ્રાચીન વૈષ્ણવો પ્રેરીત વલ્લભાચાર્ય પ્રાગટય ઉત્સવ આયોજન સમીતી પ્રતિવર્ષ શહેરના સમસ્ત આચાર્યએ અને સંસ્થા મંડળોના સંકલન અને સાનિઘ્ય સાથે દિવ્ય શોભાયાત્રા ધર્મસભા અને જીવદયા તેમજ માનવસેવા પ્રવૃતિઓના પ્રકલ્પો સાથેનું આયોજન કરી રહી છે. એ અનુસાર આ વર્ષે મંગળવારે શહેરની વૈષ્ણવ સંસ્થા ધોળકીયા સ્કુલ્સ પરિકર, શ્રીજી ગૌશાળા, ગોવર્ધન ગૌશાળા, એનીમલ હેલ્પલાઇન, માનવ સેવા પ્રભુ સેવા ટ્રસ્ટ લક્ષ્મીવાડી હવેલી અને વૃજધામ ગ્રુપના સંયુકત ઉપક્રમે ભવ્ય અને અને વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વળી આ વર્ષે સપ્તમગૃહ મદનમોહનજી હવેલી, લક્ષ્મીવાડી દ્વારા વાણીયાવાડી પાસે વલ્લભાખ્યાન કથા પ્રારંભ થઇ રહી છે જેને અનુલક્ષીને આ વર્ષની શોભાયાત્રા લક્ષ્મીવાડી હવેલી ખાતેથી પ્રારંભ થનાર છે.
મંગળવારે સાંજે ૬ વાગ્યે લક્ષ્મીવાડી હવેલી ખાતેથી એક વિરાટ શોભાયાત્રા પ્રારંભ થશે. હવેલીથી પ્રારંભ થતી આ શોભાયાત્રામાં મહાપ્રભુજીના સ્વરુપને સુખપાલ (પાલખી) માં પધરાવી અનેકો આચાર્ય તેમજ મહાનુભાવ વિશેષોમાં શ્રીહસ્તે માલ્યાર્પણ પુષ્પવૃષ્ટિ અને જયઘોષ સાથે પ્રયાણ કરશે. સપ્તમપીઠાધીશ પૂ.પા.ગો. વ્રજેશકુમારજી મહારાજની અઘ્યક્ષ્ાતામાં આ શોભાયાત્રા નીકળશે.
શોભાયાત્રામાં છેડીદાર, ઘોડેશ્વાર, સૌથી વધુ સાફાધારી, બાઇકસવારો, કળશધારી બહેનો અને ઘ્વજા, પતાકા, ડંકા નિશાન સહીત બેંડવાજા કેશીયો પાર્ટી તેમજ રાધાકૃષ્ણ વેશધારી બાળકો, છોટાહાથી મેટાડોરમાં મહાપ્રભુજીના જીવન કવનો સાથેના ફલોટસ ઉપરાંત કેશરીયા મંડળીના દિવ્ય વધાઇ કિર્તનગાન તેમજ શ્રીજી કિર્તનમંડળના સથવારે રાસની રમઝટ બોલાવતા યુવાનો જોડાશે કથા મંડપમાં શોભાયાત્રા ધર્મસધામાં પરિવર્તીત થશે.
શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર અનેકો વૈષ્ણવ પરિવારો દ્વારા મહાપ્રભુજીને માલ્યાર્પણ સાથે પુષ્પવૃષ્ટિથી શોભાયાત્રાનું સ્વાગત થશે. વળી શોભાયાત્રામાં અનેકો ભાવુકો દ્વારા વૈષ્ણવો માટે ઠંડા, જલ, લીંબુ, વરીયાળી, ગુલાબ જેવા શરબતો અને ઠંડાપીણા અને દુધ કોલ્ડ્રીકસ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
મંગળવારથી વ્હેલી સવારે સાતસ્વરુપ હવેલી પરાબજાર ખાતેથી રાજકોટની ચોતરફ આવેલી રપથી એ વધુ ગૌશાળા-પાંજરાપોળની ગૌમાતાઓને લીલો-સુકો ચારો, ટ્રક-મેટાડોર ભરીને પહોચાડવામાં આવનાર છે. ગૌસેવાની આ ટહેલ માટે જાણીતા યુગલ પ્રફુલાબેન તથા વિજયભાઇ કોટક પરિવારની દ્રવ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
એ જ રીતે સવારે વિવિધ ગૌશાળા પાંજરાપોળની ગૌમાતાઓ માટે લાડુ, લાપસીના મીષ્ટ ભોજન નિરવા માટે ભરતભાઇ કોટક (જંકશન) તથા સાત સ્વરુપ સેવા મંડળ પરિવાર ભરતભાઇ લાડવાવાળા, ધીરુભાઇ ભાલોડીયા (શ્રીજી ગૌશાળા) નો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. સમિતિ દ્વારા ગૌમાતાના લાડુ બનાવવાની સેવા તા.ર૯ને સોમવારથી રાત્રીએ ૯ વાગ્યાથી સાત સ્વરુપ હવેલી ખાતે આયોજીત કરવામાં આવી છે. જેમાં સેવા આપવા ઇચ્છુક ભાવુકોને જોડાવા અપીલ કરાઇ છે. ઉપરાંત વિવિધ સેવા પ્રકલ્પો ગૌશાળા- પાંજરાપોળો તેમજ વિવિધ સંસ્થાઓ સુધી પહોંચતી કરવા સેવા બજાવવા ઇચ્છુક શ્રેષ્ઠીઓને પોતાની કાર સાથે તા.૩૦ ને મંગળવારે સવારે સાત વાગ્યે સાત સ્વરુપ હવેલી પહોચવા અપીલ કરાઇ છે.
જીવદયા પ્રવૃતિઓની આજ શ્રૃંખલામાં પક્ષીઓને ચણ, કાબર, કાગડાઓને ફરસાણ કીડીઓને કિડીઆરુ, માછલીઓને લોટની ગોળીઓ જેવી સેવાઓ અન્ય સંસ્થાઓની સાકળ સાથે આયોજન કરવામાં આવી છે. જે જાણીતા વૈષ્ણવ અગ્રણી અરવિંદભાઇ પાટડીયા પરિવારની સખાવત પ્રાપ્ત થઇ છે.
વળી તા.૩૦ ની સવારે શ્રીજી ગૌશાળા સહીત શહેરની જુદી જુદી ગૌશાળાઓની ગૌમાતાઓને સાત્વિક ભોગ સ્વરુપે ૨૦૦૦ કિલો લાપસી નિરવામાં આવશે જે માટે લંડન નિવાસી એન.આર.આઇ. વૈષ્ણવ સ્વ. નર્મદાબેન મોરારજી ખેરાજ ઠકરાર પશ્રિવાર વતી જયોતિબેન ઠકરારનો સહયોગ પ્રાપ્ત થયો છે.
માનવ સેવાની ટહેલ સ્વરુપે વિવિધ સરકારી હોિ૫સ્ટલો, જનાના હોસ્૫િટલો, શહેરા વૃઘ્ધાશ્રમો, બાલાશ્રમ, અંધ અપંગ અને મંદબુઘ્ધિ બાળગૃહો, ભિક્ષુકગૃહ અને મધર ટેરેસા આશ્રમ સહીતની સંસ્થાના આશ્રીતોને ફુટ, બીસ્કીટ, ફરાળી ચેવડો-પેડા સહીત પ્રસ્તુતા બહેનોને દૂધ તેમજ શુઘ્ધ ઘીનો શીરો જેવી સામગ્રીનો વિતરણ કરવામાં આવશે. આ માનવ ટહેલ માટે શહેરના રોહિતભાઇ વસાણી, સતીષભાઇ હરખાણી, અકશતભાઇ ગોયલ, રાજેન્દ્રકુમાર ગોયલ, પંકજભાઇ કોટક જેવા મહાનુભાવો શ્રેષ્ઠીઓનું યોગદાન મળ્યું છે.
બપોરે શહેરના બધા જ વૃઘ્ધાશ્રમો, બાલાશ્રમો, બાળગૃહોના આશ્રીતોને શીતળતા આપતો આઇસ્ક્રીમનું વિતરણ થશે. જેની મધુરી સેવા કિશોભાઇ પંચમતીયા તેમજ મુકુંદભાઇ સોન, રમેશભાઇ ઠકકર પરિવારનો સહયોય થયો છે.પ્રાગટય ઉત્સવની સાંજે શહેરના રૈયાધાર રાધે-શ્યામ ગૌશાળા વિસ્તાર સહીત ગાંધીગ્રામ તેમજ ત્રિમુર્તિ હનુમાનજી લાલપરી તળાવ આસપાસની ઝુપડપટ્ટીના લગભગ ૩૦૦૦ થીેયે વધુ બાળકોને રસ, પુરી શાક, કઢી, પુલાવ અને સલાદ અને છાશ સહીતની વાનગીઓ સાથે પૂર્ણ ભોજન કરાવી તૃપ્ત કરાવાશે.
વધુ માહીતી માટે વિનુભાઇ ડેલાવાળા મો.નં. ૯૨૨૮૨ ૦૦૧૮૧ નો સંપર્ધ સાધવો ધર્મોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા વિનુભાઇ ડેલાવાળા, અમરવિંદભાઇ પાટડીયા, ચંદુમામા, મીતલભાઇ ખેતાણી, જેરામભાઇ વાડોલીયા, જેંતીભાઇ નગદીયા, જીતેન સોની, ધર્મેશભાઇ પારેખ, જય વાડોલીયા અને ધ્રુવ વાડોલીયા એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.