આગામી ત્રણ દિવસ સુધી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ તથા માં શારદાદેવીના જીવન આધારીત આખ્યાનોની પ્રસ્તુતી
રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિકોત્સવ નિમિત્તે કુલ દસ દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ માણભટ્ટ કળાના જાણકાર ધાર્મિકલાલ પંડયા ખાસ વડોદરાથી ઉપસ્થિત રહી ભક્તોને આખ્યાનનો રસપાન પીરસ્યો હતો. જે માટે લગભગ ૬૦૦થી વધુ ભાઈ-બહેનોએ આ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.
આગામી દિવસોના આયોજનમાં વિવિધ સ્થળેથી સંતોએ પધરામણી કરી આખ્યાનો રજૂ કરશે. કાર્યક્રમમાં કૃષ્ણ સુદામા, નળ આખ્યાન તથા ભરત મિલાપનો કાર્યક્રમ યોજાયો હતો. આવનાર દિવસોમાં સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ તથા ર્માં શારદાદેવીના જીવન આધારીત વિવિધ આખ્યાનો અને પ્રસ્તુતી કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં સૌરાષ્ટ્રના આજુબાજુના ગામ જેમ કે લીંબડી, પોરબંદર ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઈંદોરથી પણ સંતો હાજરી આપશે. જેનો લ્હાવો શહેરીજનો લઈ શકશે. આ કાર્યક્રમ તા.૨૭,૨૮,૨૯ એપ્રિલ એમ ત્રણ દિવસ સાંજે ૭:૪૫થી શરૂ થશે.
સ્વામી નિખિલેશાનંદે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રામકૃષ્ણ આશ્રમ ખાતે ઉજવાઈ રહેલા વાર્ષિક મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ત્રણ દિવસથી ૪૦૦ વર્ષથી વધુ સમય જુની માણભટ્ટ કલા દ્વારા વિવિધ આખ્યાનો અને કથા રસપાનની પ્રસ્તુતી ખાસ બરોડાથી પધારેલા માણભટ્ટના જાણકાર ધાર્મિકલાલ પંડયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો બહોળી સંખ્યામાં શહેરીજનો લ્હાવો લઈ રહ્યાં છે અને બરોડાથી અહીં રાજકોટના આંગણે પધારેલા ધાર્મિકલાલ પંડયાનો હું દિલથી આભાર માનુ છું. આજથી ૨૯ એપ્રીલ સુધી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસ સાંજે ૭:૪૫ થી કાર્યક્રમ શરૂ થશે જેમાં રામકૃષ્ણદેવ, ર્માં શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ વિશે પ્રવચન આપશે. જેમાં પુને, ઈન્દોર, પોરબંદર તથા લીંબડીથી સંતો પધારી રામકૃષ્ણ, ર્માં શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદ વિશે આખ્યાનો રજૂ કરશે. જેમાં ભાગ લેવા માટે જાહેરીજનોને નિમંત્રણ આપીએ છે.